‘સ્ટોરી 9 મન્થ્સ કી’ પૂરા છ મહિના પણ ન ચાલ્યો!

06 May, 2021 11:39 AM IST  |  Mumbai | Nirali Dave

ગયા વર્ષે 23 નવેમ્બરે ઑન ઍર થયેલા સોનીના શો ‘સ્ટોરી 9 મન્થ્સ કી’ અચાનક બંધ થવાનો છે

‘સ્ટોરી 9 મન્થ્સ કી’નો સીન

કોરોના વાઇરસની બીજી લહેરના કારણે ટીવી-ઇન્ડસ્ટ્રીની હાલત ગંભીર છે. મુંબઈમાં શૂટિંગ પર પ્રતિબંધ લાગતાં પ્રોડ્યુસર્સ શોઝને અન્ય રાજ્યમાં લઈ ગયા છે; પણ એ તો એવા શોઝ હતા જેના દર્શકો મહત્તમ હતા, જેનું ટીઆરપી રેટિંગ હાઈ હતું. ઑલરેડી જે શોઝના ટીઆરપી રેટિંગ નીચે હતા એ શોની હાલત વધુ કપરી બની ગઈ. જેમ કે ‘સ્ટોરી 9 મન્થ્સ કી’.

ગયા વર્ષે 23 નવેમ્બરે ઑન ઍર થયેલા સોનીના શો ‘સ્ટોરી 9 મન્થ્સ કી’ અચાનક બંધ થવાનો છે. અંજુમ અબ્બાસ ડિરેક્ટેડ અને સુક્રિતી કન્ડપાલ અને અક્ષય મિશ્રા અભિનીત ‘સ્ટોરી 9 મન્થ્સ કી’ સાડાપાંચ મહિના પણ માંડ ચાલી શક્યો તેનું કારણ આપતા શોના ઑફિશિયલ સોર્સે જણાવ્યું હતું કે ‘અન્ય શો જ્યારે બીજા રાજ્યમાં શૂટિંગ માટે ખસેડાઈ રહ્યા હતા ત્યારે આ શોને પણ એમ કરવાનું વિચાર્યું હતું, પરંતુ નિર્માતા પાસે બજેટ ન હોવાથી અને આ શોના ટીઆરપી પણ ઓછા હોવાથી એ કૅન્સલ કર્યું. અંતે આ પૅન્ડેમિકમાં બીજો કોઈ રસ્તો ન દેખાતાં શોને બંધ કરવાનું નક્કી કર્યું છે.’ મેકર્સ અને ચૅનલ બેઉ શોને બંધ કરવા સહમત થયા છે.

coronavirus covid19 entertainment news television news indian television nirali dave