Video: `તારક મેહતા`ના દયાબેને બાંધી રાખડી, આસિત મોદી લાગ્યા દિશા વાકાણીને પગે

12 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે પણ ચાહકો દયાબેન એટલે કે દિશા વાકાણીના કમબૅકની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર દિશાના કમબૅકના સમાચાર સામે આવ્યા છે. એવામાં હવે શૉમાં કમબૅક વચ્ચે દિશા વાકાણી અસિત મોદી સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

`તારક મેહતા`ના દયાબેને બાંધી રાખડી, આસિત મોદી લાગ્યા દિશા વાકાણીને પગે

આજે પણ ચાહકો દયાબેન એટલે કે દિશા વાકાણીના કમબૅકની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર દિશાના કમબૅકના સમાચાર સામે આવ્યા છે. એવામાં હવે શૉમાં કમબૅક વચ્ચે દિશા વાકાણી અસિત મોદી સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ટીવીનો પ્રખ્યાત કૉમેડી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta ka Ooltah Chashmah) છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉ હંમેશા ટીઆરપી લિસ્ટમાં ટોચના સ્થાને રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોને કારણે તે હેડલાઇન્સમાં પણ રહ્યો છે. ઘણાં મુખ્ય કલાકારોએ અચાનક શૉ છોડી દીધો. આનાથી ચાહકો અને શૉને આઘાત લાગ્યો. બીજી તરફ, આજે પણ દર્શકો દયાબેન એટલે કે દિશા વાકાણીના (Disha Vakani) પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં છે. ઘણી વખત દિશાના પાછા ફરવાના સમાચાર પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, હવે શૉમાં પાછા ફરવાની વચ્ચે, દિશાએ અસિત મોદી સાથે રક્ષાબંધનનો (Raksha bandhan Festival) તહેવાર ઉજવ્યો, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

અસિત મોદી સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો
હકીકતે, રક્ષાબંધન નિમિત્તે, દયાબેન એટલે કે દિશા વાકાણી તેની બે પુત્રીઓ સાથે અસિત મોદીના (Asit Modi) ઘરે પહોંચી હતી. તેણે આ તહેવાર અસિત મોદી અને તેની પત્ની નીલા મોદી સાથે ઉજવ્યો હતો. દિશાની બંને દીકરીઓ રક્ષાબંધન પર ખૂબ જ ખુશ દેખાતી હતી. આ સમારોહ પરંપરાગત હતો, પરંતુ ખૂબ જ ખાનગી હતો, જેમાં રીતરિવાજો અને પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. જે વીડિયો સામે આવ્યો તેમાં દિશા અને અસિત મોદી વચ્ચેના ઑફ-સ્ક્રીન બંધનની ઝલક જોવા મળી. શૉ છોડ્યા પછી પણ બંને વચ્ચેના સંબંધોમાં કોઈ ફેરફાર થયો નથી.

`કુછ રિશ્તે કિસ્મત બનાતી હૈ...`
જ્યારે દિશાએ અસિત મોદીના લલાટે પર તિલક લગાવ્યું, તેમને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી, ત્યારે આસિમ મોદીએ તેમને પગે લાગે છે. આ વખતનો વીડિયો શૅર કરતા, અસિતે કેપ્શનમાં લખ્યું, `કુછ રિશ્તે કિસ્મત બનાતી હૈ... આ લોહીનો સંબંધ નથી, પણ હૃદયનો સંબંધ છે! દિશા વાકાણી ફક્ત `દયા ભાભી` નથી, પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને નિકટતા શૅર કરતો આ સંબંધ સ્ક્રીનથી ઘણો આગળ વધી ગયો છે. આ રક્ષાબંધને, એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડી નિકટતા ફરી અનુભવાઈ... આ બંધન હંમેશા તેની મીઠાશ અને શક્તિ સાથે રહે.` આ વીડિયો પર યૂઝર્સ જબરજસ્ત કૉમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકો અસિત મોદી અને દિશાને સાથે જોયા પછી તેમના પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.

asit kumar modi raksha bandhan disha vakani taarak mehta ka ooltah chashmah festivals television news entertainment news indian television