Taarak Mehta ફેમ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીનો આ વીડિયો જોઇ તમે પણ ચોંકી જશો

14 June, 2021 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માની દયા ભાભી એટલે કે દિશા વાકાણીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દિશા આ વીડિયોમાં એક જુદાં જ અવતારમાં જોવા મળે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

`તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`ની દયાભાભી એટલે કે દિશા વાકાણીને તો બધાં જ ઓળખે છે. નાના પડદાથી દિશા ભલે ઘણાં સમયથી દૂર છે, પણ તેનું દયાભાભીનું પાત્ર હજી પણ ખૂબ જ પૉપ્યુલર છે. ચાહકોને આજે પણ આશા છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં જ દયાભાભીના પાત્રમાં કમબૅક કરશે. દિશા વાકાણીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`નો નથી, પણ એક ડાન્સ નંબર છે.

દિશાનો ધમાકેદાર ડાન્સ
`તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ગુજરાતી બહુ દયા ભાભી એટલે કે દિશા વાકાણી હાલ ગુજરાતી ગરબા નહીં પણ આ વાયરલ વીડિયોમાં માછીમારો જેવું ડાન્સ કરતી જોવા મળે છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ જ ફેન્સે પહેલા જોયો હશે. આ વીડિયોમાં દિશા વાકાણી `દરિયા કિનેરે એક બંગલો...` ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. તેમનો ડાન્સ ખૂબ જ ધમાકેદાર છે.

આવો છે દિશાનો લૂક
વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે. તે આ વીડિયોમાં ખૂબ જ બૉલ્ડ અંદાજમાં દેખાય છે. દિશાનો વાયરલ થતો માછીમારોવાળો ડાન્સ વીડિયો ઘણો જૂનો છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓ બતાવી રહી છે. દિશા આ ગીતમાં ચોરનું પાત્ર ભજવી રહી છે, જે પોલીસનો ખિસ્સો કાતરી લે છે. દિશા આ કારનામા પછી માછીમારોની વસ્તીમાં જઇ પહોંચે છે અને પછી `દરિયા કિનારે એક બંગલો...` ગીત શરૂ થાય છે.

દિશા વાકાણીના આ અવતારને જોયા પછી ચાહકોને હોંશ ઉડી ગયા છે. એક ચાહકે કોમેન્ટમાં લખ્યું, "જેઠાલાલને કહી દઉં કે?" તો કેટલાય લોકો એક્ટ્રેસના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાય લોકો કહી રહ્યા છે કે દિશાને આ લૂકમાં જોશે, આ વિશે તેમણે વિચાર્યું પણ નહોતું. આમ તો દિશા ઘણાં સમયથી `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)નો ભાગ નથી. તેણે પ્રેગ્નેન્સી પછી શૉને અલવિદા કહી દીધું હતું.

taarak mehta ka ooltah chashmah disha vakani entertainment news television news indian television