કોવિડ પૉઝિટિવ હિના ખાન પોતાને નિઃસહાય દીકરી માની રહી છે

03 May, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના પિતાનું તાજેતરમાં જ નિધન થયું છે અને એવા સમયમાં તે તેની મમ્મી સાથે સમય વિતાવી નથી શકતી

હિના ખાન

કોરોનાનો સામનો કરી રહેલી હિના ખાન પોતાને નિઃસહાય દીકરી માની રહી છે. તેના પિતાનું તાજેતરમાં જ નિધન થયું છે અને એવા સમયમાં તે તેની મમ્મી સાથે સમય વિતાવી નથી શકતી. ૨૭ એપ્રિલે હિનાની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. એના એક અઠવાડિયા પહેલાં જ તેના પિતાનું હાર્ટ-અટૅકના કારણે અવસાન થયું હતું. હિના હાલમાં ક્વૉરન્ટીન છે. હીનાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે બારીની બહાર જોઈ રહી છે અને માસ્ક પહેરેલો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી કે ‘એક હેલ્પલેસ ડૉટર, જે તેની મમ્મીને સાથ આપવા માટે તેની સાથે નથી રહી શકતી. એવા સમયે જ્યારે તેની ખૂબ જરૂર છે. આ સમય ખૂબ-ખૂબ કપરો છે, ન માત્ર આપણા માટે, પરંતુ આપણી આસપાસના તમામ લોકો માટે. જોકે એક કહેવત છે કે આ સમય પણ વીતી જશે. હું હતી, છું અને હંમેશાં મારા પપ્પાની સ્ટ્રૉન્ગ દીકરી બનીને રહીશ. પ્રાર્થના કરો. અંધકાર પછી અજવાળું અચૂક આવશે. દુઆ.’

coronavirus covid19 entertainment news television news indian television hina khan