થોડા સમય પહેલાં દીકરાને જન્મ આપનાર અદિતિ મલિકે વૅક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો

14 June, 2021 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૅક્સિન લેતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો

અદિતિ મલિક

અદિતિ મલિકે વૅક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ જણાવ્યું કે હાલમાં જ બાળકને જન્મ આપનાર મમ્મીઓ માટે પણ સલામત છે. વૅક્સિન લેતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અદિતિએ કૅપ્શન આપી હતી કે ‘હા, મેં વૅક્સિન લઈ લીધી છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતાં કે નર્સિંગ મહિલાઓને વૅક્સિન લગાવવી જોઈએ કે નહીં. તાજેતરમાં જ થયેલી સ્ટડીઝ અને રિપોર્ટ્સ મુજબ આ પૂરી રીતે સુરક્ષિત છે. આમ છતાં મેં મારા ડૉક્ટરને પૂછ્યું હતું અને બાદમાં જ મેં આ ડોઝ લીધો હતો. હું સાયન્સ પર વિશ્વાસ કરું છું. મને ખાતરી છે કે આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. દરેકે વૅક્સિન લગાવવી જોઈએ. દરેકને જણાવવા માગું છું કે વૅક્સિન લેવી જોઈએ. મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે પછી નર્સિંગ કરતી હોય તેમણે પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. હું હંમેશાં કહેતી આવી છું કે તમારા દિલની વાત સાંભળો. આ અઘરો નિર્ણય છે અને એ તમારો ફેંસલો છે.’

coronavirus covid19 vaccination drive covid vaccine entertainment news television news indian television