Teacher of the year: શિક્ષકની સાથે થશે શિક્ષણ પદ્ધતિની પરીક્ષા

22 August, 2019 08:57 PM IST  | 

Teacher of the year: શિક્ષકની સાથે થશે શિક્ષણ પદ્ધતિની પરીક્ષા

સૌનક વ્યાસ અને આલીષા પ્રજાપતિની અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધી યરનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. સામાન્ય રીતે ટીચર્સ સ્ટૂડન્ટ્સની પરીક્ષા લેતા જોવા મળે છે પરંતુ ટીચર ઓફ ધ યરમાં સ્ટુડન્ટ્ઝ કરશે ટીચર્સની સાથે સાથે શિક્ષણ પદ્ધતિની પરીક્ષા. ફિલ્મમાં હાલની ચોપડિયા શિક્ષણ પદ્ધતિની સામે પ્રેક્ટિલ નોલેજની પરીક્ષા થશે.

'ટીચર ઑફ ધ યર'નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળે છે કે વર્ષના સર્વશ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જેમની પરીક્ષા કરવા માટે અલગ અલગ શાળામાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. આશરે તમામ શિક્ષકો આ પરીક્ષામાં નિષ્ફળ નિવડે છે ત્યારે એન્ટ્રી થાય છે પાર્થ ટાંક એટલે કે સૌનક વ્યાસની. તેમની અનોખી ભણાવવાની સ્ટાઈલના કારણે બાળકોના પ્રિય તો બની જાય છે પરંતુ શિક્ષણના હોદ્દાઓ પર બેસેલા લોકોને અપ્રિય થઈ જાય છે. ટીચર ઓફ ધ યર એટલે સ્ટુડન્ટ્ઝ સામે ટીચર્સની પરીક્ષા નહી પરંતુ ટીચિંગ મેથડની પરીક્ષા.

ફિલ્મનું ટ્રેલર ઘણું પ્રોમિસિંગ છે, જે તમને તમારી સ્કૂલના દિવસોની યાદ અપાવશે. ફિલ્મમાં ડાન્સ છે, રોમાન્સ છે અને છે ટીચર ઑફ ધ યરની દોડ. બોલીવુડની ફિલ્મોથી ઢોલીવુડની આ ફિલ્મ કાંઈક હટકે છે. કારણ કે બોલીવુડમાં અવૉર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ભાગવું પડે છે. પરંતુ અહીં શોધ છે શ્રેષ્ઠ શિક્ષકની કે શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિની.

આ પણ વાંચો: સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

ફિલ્મને વિક્રમ પંચાલ અને સૌનક વ્યાસે ડિરેક્ટ કરી છે જ્યારે જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંક પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. સૌનક વ્યાસ પોતે તેમાં લીડ રોલ કરી રહ્યા છે. અને તેમની સામે આલીશા પ્રજાપતિ જોવા મળશે. ફિલ્મના લીડ રોલ માટે સૌનક વ્યાસ અને તેમના કૉ ડિરેક્ટર-રાઈટર વિક્રમ પંચાલે ખૂબ જ ચર્ચા કરી હતી, આખરે લીડ રોલમાં સૌનક વ્યાસને જ ફાઈનલ કરાયા. ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે. આ તમામ નામ સાથે જ ફિલ્મ એક એન્ટરટેઈનમેન્ટ પેકેજ લાગી રહી છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે જોવાનું રહેશે કે ફિલ્મ દર્શકોને કેટલી પ્રોમિસિંગ લાગે છે.

gujarati film gujarati mid-day