'મોન્ટુની બિટ્ટુ'ની સ્ટોરી લખતા રામ મોરીને લાગ્યા 9 મહિના

14 March, 2019 11:47 AM IST  | 

'મોન્ટુની બિટ્ટુ'ની સ્ટોરી લખતા રામ મોરીને લાગ્યા 9 મહિના

વિજયગિરી ફિલ્મોઝની ઓફિસમાં પ્રાર્થી ધોળકિયા, રામ મોરી અને વિજયગિરી બાવા

વિજયગિરી ફિલ્મોઝની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ લગભગ પૂરુ થવા આવ્યું છે. અમદાવાદમાં ફિલ્મના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં આરોહી પટેલની સાથે મેહુલ સોલંકી, મૌલિક જગદીશ નાયક છે.


અમદાવાદમાં ચાલી રહ્યું છે ફિલ્મનું શૂટિંગ

આ ફિલ્મ સાથે મિડ ડેના કૉલમીસ્ટ અને જાણીતા યુવા લેખક રામ મોરી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરી રહ્યા છે. રામ મોરીની આ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. આ પહેલા વિજયગિરિ બાવા જ રામના જાણીતા વાર્તાસંગ્રહ 'મહોતું' પરથી શોર્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. જો કે આ શોર્ટ ફિલ્મથી ફૂલ લેન્થ ફિલ્મ સુધી પહોંચતા રામ મોરીને લાંબો સમય રાહ જોવી પડી.

'મોન્ટુની બિટ્ટુ'ની ફિલ્મની કથા રામ મોરીને એક જાણીતા અખબારની કૉલમ લખવા દરમિયાન સૂજી હતી. એક યુવતીના લગ્નની સાચી ઉંમર કઈ આ સવાલના જવાબમાંથી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની કથા નીકળી. આ દરમિયાન રામ મુંબઈમાં હતા અને તેમણે વિજયગિરી ફિલ્મોઝના ડિરેક્ટર વિજયગિરી બાવાને સ્ટોરી આઈડિયા કહ્યો, પણ ડિરેક્ટર વિજયગિરિ બાવા આ સ્ટોરી પર ફિલ્મ કરવી કે નહીં તેના ડાયલેમામાં હતા.

પ્રાર્થી ધોળકિયા અને પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા સાથે રામ મોરી

પાછળથી રામ મોરી અમદાવાદ આવ્યા. રામે  જૂન 2018માં 10 પાનાની સ્ટોરી લખી. અને ત્યારે ડિરેક્ટર વિજયગિરી બાવા ફિલ્મ બનાવવા કન્વીન્સ થયા. આખરે જૂનમાં રામે સ્ટોરી લખવાની શરૂ કરી જે પ્રોસેસ 9 મહિના સુધી ચાલી. રામે પહેલો ડ્રાફ્ટ સપ્ટેમ્બર 2018માં લખ્યો જે સાડા પાંચ કલાકનો હતો.

જો કે વિજયે તેમને ટ્રીમ કરવાનું કહ્યું આખરે ડિસેમ્બર 2018માં બીજો ડ્રાફ્ટ લખાયો જે સાડા ત્રણ કલાકનો હતો. બાદમાં વિજયગિરી બાવા અને સ્ક્રીન પ્લે લખવામાં સાથ આપી રહેલા પ્રાર્થી ધોળકિયાએ મળીને સવા બે કલાકનો ફાઈનલ ડ્રાફ્ટ લખ્યો. આ ડ્રાફ્ટ છેક ફેબ્રુઆરી 2019માં બન્યો. એટલે કે ફિલ્મની સ્ટોરી છેક 9 મહિને ફાઈનલ થઈ.

આ પણ વાંચોઃ 'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં અજય દેવગણ સાથે દેખાશે આ ગુજરાતી છોકરો

9 મહિના સુધી સ્ટોરી લખાયા બાદ હવે અમદાવાદમાં ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ ચાલી રહ્યું છે. વિજયગિરિ ફિલ્મોઝની વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આરોહી, મૌલિક જગદીશ નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે.

gujarat news entertaintment