Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં અજય દેવગણ સાથે દેખાશે આ ગુજરાતી છોકરો

'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં અજય દેવગણ સાથે દેખાશે આ ગુજરાતી છોકરો

11 March, 2019 03:35 PM IST |

'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં અજય દેવગણ સાથે દેખાશે આ ગુજરાતી છોકરો

હાર્દિક સંગાણી (તસવીર સૌજન્યઃફેસબુક)

હાર્દિક સંગાણી (તસવીર સૌજન્યઃફેસબુક)


ગુજરાતી નાટકો, એડ ફિલ્મ્સ, ગુજરાતી ફિલ્મ અને ટીવી શૉઝ બાદ હવે ગુજરાતી એક્ટર હાર્દિક સંગાણી બોલીવૂડમાં પણ પોતાનો પગ મજબૂત કરી રહ્યા છે. છેલ્લે મલ્હાર ઠાકર સાથે 'મિડનાઈટ વીથ મેનકા'માં દેખાયા બાદ હાર્દિક સંગાણી હવે અજય દેવગણ સ્ટારસ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'માં દેખાશે.

હાર્દિક સંગાણીએ એક્ટિંગ ક્ષેત્રે કરિયર ચાઈલ્ડ આર્ટિસ્ટથી શરૂ કરી છે. આ કરિયર દરમિયાન હાર્દિક સંગાણી ટીવી સિરિયલ્સ, એડ ફિલ્મ્સ, ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો સહિત બોલીવુડમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ટેલેન્ટેડ એક્ટરે કેતન મહેતાના શૉ 'પરજીવ'થી ડેબ્યુ કર્યો હતો. અને કેતન મહેતાની જ ચાચા ચૌધરીથી તેમને સૌથી મોટો બ્રેક મળ્યો. લોકપ્રિય ટીવી શૉ ચાચા ચૌધરીમાં હાર્દિક બંટીના રોલમાં હતા. તો હાર્દિક સંગાણી ગિલ્લી દંડા નામનો ટીવી શૉ પણ કરી ચૂક્યા છે. હાર્દિક સંગાણીએ એક મહલ હો સપનો કા, બા બહુ ઔર બેબી અને થપકી પ્યાર કી સહિત 85 જેટલી ડેયલી સૉપમાં કામ કર્યું છે.



hardik sangani with pratik gandhi


હાર્દિક સંગાણી અને પ્રતીક ગાંધી

તો બોલીવુડમાં હાર્દિક શાહરુખ ખાનની ફિલ્મમાં દેખાઈ ચૂક્યા છે. શાહરુખ ખાન અને કરીના કપૂરની 'અશોકા' અને બોબી દેઓલની '23 માર્ચ 1931:શહીદ'માં બોબી દેઓલ સાથે સ્ક્રીન શૅર કરી ચૂક્યા છે.


આ ઉપરાંત હાર્દિક સંગાણીએ ગુજરાતી થિયેટર પણ કર્યું છે. તેઓ 'આ નમો બહુ નડે છે', 'ઝીરો બની ગયા હીરો' જેવા હિટ નાટકો આપી ચૂક્યા છે. તો 50 જેટલી એડ ફિલ્મ્સ પણ તેમના નામે બોલે છે. જેમાં કેડબરી એક્લર્સ અને ગુડ ડે જેવી બ્રાન્ડ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ મહિલા દિવસ પર અરવિંદ વેગડાના ગીતે લોકોને કર્યા ભાવુક

 આ ગુજરાતી એક્ટર હવે ગુજરાતી ફિલ્મોની સાથે સાથે બોલીવુડ પર પણ ધ્યાન આપી રહ્યા છે. 'મિડનાઈટ વીથ મેનકા' બાદ હાર્દિકની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લવની લવ સ્ટોરી' છે, જેમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોષી છે. તો અજય દેવગણની અપકમિંગ પિરિયોડિકલ ફિલ્મ 'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં પણ હાર્દિક સંગાણી કામ કરી રહ્યા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2019 03:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK