મોન્ટુની બિટ્ટુઃ આવી રીતે શૂટ થયો મા ભદ્રકાળીનો ગરબો, જુઓ વીડિયો

28 August, 2019 02:52 PM IST  |  અમદાવાદ

મોન્ટુની બિટ્ટુઃ આવી રીતે શૂટ થયો મા ભદ્રકાળીનો ગરબો, જુઓ વીડિયો

જય મા ભદ્રકાળી ગરબાનું દ્રશ્ય

ફિલ્મ મોન્ટુની બિટ્ટુ રિલીઝ થઈ ચૂકી છે. અને ફિલ્મને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મૌલિક નાયક, આરોહી અને મેહુલ સોલંકી સ્ટારર ફિલ્મ સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મને ક્રિટીક્સની સાથે સાથે દર્શકો પણ જોરશોરથી આવકારી રહ્યા છે. ત્યારે ફિલ્મના મેકર્સે જય મા ભદ્રકાળી ગરબાનું મેકિંગ રિલીઝ કર્યું છે. ઉલ્લેખનીય છે કે મોન્ટુની બિટ્ટુ દ્વારા પહેલીવાર અમદાવાદના નગર દેવી માતા ભદ્રકાળીનો ગરબો લખાયો અને કમ્પોઝ થયો છે.

ફિલ્મના લેખક રામ મોરીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જય મા ભદ્રકાળી ગરબાનું મેકિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે. ફિલ્મના સૌથી કલરફૂલ ગીત અને ગરબાનું મેકિંગ પણ રસપ્રદ છે. આ વીડિયોમાં ગીત મેહુલ સુરતીએ કેવી રીતે કમ્પોઝ કર્યું, તે કેવી રીતે કોરિયોગ્રાફ થયું, ગરબાના શૂટ માટે સેટ પર કેવી રીતે તૈયારી થઈ, કોશ્ચ્યુમ કેવી રીતે બન્યા આ તમામ વાતો દર્શાવાઈ છે.

નીચે ક્લિક કરીને જુઓ કેવી રીતે બન્યો છે ગરબો

ઉલ્લેખનીય છે કે મા ભદ્રકાળી પર લખાયેલો અને કમ્પોઝ થયેલો આ પહેલો ગરબો છે. ગુજરાતી મિડ ડે . કોમ સાથેની વાતચીતમાં ફિલ્મના ડિરેક્ટર વિજયગિરી બાવાએ કહ્યું હતું કે તેમને માતા ભદ્રકાળી પર ખૂબ શ્રદ્ધા છે. અને ફિલ્મ અમદાવાદની પોળના બેકગ્રાઉન્ડ પર હતી, એટલે મા ભદ્રકાળીનો ગરબો ફિલ્મમાં છે. આ ગરબો પાર્થિવ ગોહિલે ગાયો અને તેને મેહુલ સૂરતીએ કમ્પોઝ કર્યો છે.

આ પણ વાંચોઃ Yash Shah:જાણો 'દિકરી વહાલનો દરિયો'ના 'ઉત્કર્ષ' કેવી રીતે શીખ્યા ગુજરાતી ?

ફિલ્મ મોન્ટુની બિટ્ટુ 23 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વિજયગિરી ફિલ્મોઝે પ્રોડ્યુસ કરી છે, જ્યારે ડિરેક્ટર વિજગિરી બાવાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં લીડ રોલમાં મૌલિક નાયક, આરોહી અને મેહુલ સોલંકી છે. આ ઉપરાંત તેમની સાથે હેપ્પી ભાવસાર, પિંકી પરીખ, હેમાંગ શાહ સહિતના કલાકારો પણ જમાવટ કરી રહ્યા છે.

gujarati film aarohi patel Raam Mori ahmedabad