ભગવાન બચાવે : જીનલ બેલાણી અને ભૌમિક સંપટને લાગી છે લૉટરી, જુઓ ટિઝર

10 November, 2022 09:00 PM IST  |  Mumbai | Rachana Joshi

બીજી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ

‘ભગવાન બચાવે’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

જીનલ બેલાણી (Jhinal Belani) અને ભૌમિક સંપટ (Bhaumik Sampat) અભિનિત-દિગ્દર્શિત ફિલ્મ ‘ભગવાન બચાવે’ (Bhagwan Bachave)નું આજે ટિઝર લૉન્ચ થયું છે. ટિઝર પરથી જોઈ શકાય છે કે, ફિલ્મ ડ્રામા અને કૉમેડીથી ભરપૂર છે.

લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમ સાથે જીવન જીવતા ત્રણ જણની વાર્તા છે ‘ભગવાન બચાવે’. ફિલ્મમાં ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે, તે ટિઝર પરથી સમજી શકાય છે. જીનલ બેલાણી અને ભૌમિક સંપટની સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મુની ઝા (Muni Jha) છે.

ફિલ્મનું ટિઝર શૅર કરતા જીનલ બેલાણીએ લખ્યું છે કે, ‘પૈસા નો વરસાદ થશે કે નસીબ આગળ પાંદડુ આવશે? જે પણ થાય એક વાત નક્કી છે, `બે- બારે` મજા બહુ આવશે. `ભગવાન બચાવે` - સ્વાઈપીન્ગ ઇન્ટુ યોર હાર્ટ on 2/12.’

આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરપૂર લાઇટ-હાટેર્ડ કૉમેડી ફિલ્મ છે.

આ પણ વાંચો - મારા ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘ભગવાન બચાવે’ માટે હું બહુ જ એક્સાઇટેડ છું : જીનલ બેલાણી

‘ભગવાન બચાવે’ બીજી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. મજેદાર ટિઝર બાદ ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે ટ્રેલરની.

entertainment news dhollywood news upcoming movie gujarati film rachana joshi