`ટણી આઇ ગઈ છે મલ્હારમાં` કેમ આવું બોલ્યા મલ્હારના પ્રૉડ્યૂસર?

29 October, 2021 07:11 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

મલ્હારે જીગર ચૌહાણ સાથે સુપરહિટ ફિલ્મો આપી છે. ત્યાર બાદ હવે એવું તે શું થયું કે મલ્હાર વિશે જીગર ચૌહાણે કહી દીધા આ શબ્દો.

મલ્હાર ઠાકર (ફાઇલ ફોટો)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમા જગતને અનેક હિટ ફિલ્મો આપી છે. આની સાથે જ મલ્હારે જીગર ચૌહાણ સાથે એક કરતાં વધુ પ્રોજેક્ટ પર સાથે કામ કર્યું છે. ધુંઆધાર ફિલ્મને રસપ્રદ રિવ્યુઝ મળ્યા તો તેઓ કેસરિયા ફિલ્મમાં પણ પ્રોડ્યુસર એક્ટર તરીકે સાથે જોડાયા. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પ્રૉડ્યૂસર જીગર ચૌહાણનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીગર ચૌહાણ કહે છે કે, "કહેવું એ તો બહું હાર્શ કૉલ કહેવાય પણ એ ખરું છે કે, પહેલી પિક્ચર કરી મજા આઇ, બીજી પિક્ચર કરી મજા આઇ પણ હવે ત્રીજી પિક્ચર બનતાં બનતા એવું લાગે છે કે થોડી ટણી આઇ ગઈ છે મલ્હારમાં... પણ ઇટ્સ ટ્રુ"

નોંધનીય છે કે જિગર ચૌહાણે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં શૅર કર્યો છે. મલ્હાર ઠાકર હાલ જીગર ચૌહાણ સાથે ત્રીજી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જીગર ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. આ ફિલ્મનું નામ છે `ધુઆંધાર`. 21 ઑક્ટોબરથી આ ફિલ્મ શેમારૂમી એપ પર જોઈ શકાય છે.

Malhar Thakar dhollywood news entertainment news gujarati film