‘ફક્ત મહિલાઓ માટે’નું ડબિંગ કર્યું અમિતાભ બચ્ચને

27 July, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં અમિતાભ બચ્ચને મહેમાન ભૂમિકા ભજવી છે

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું કરતાં ડબિંગ અમિતાભ બચ્ચન

ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું ડબિંગ અમિતાભ બચ્ચને શરૂ કરી દીધું છે. આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોષી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મહેમાન ભૂમિકા ભજવી છે, જેને જય બોડાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ વિશે પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું હતું કે ‘અમિતજી હંમેશાં કામમાં એક બાળક જેવી એનર્જી લઈને આવે છે. ડબિંગ સ્ટુડિયોમાં પણ તેઓ ખૂબ જ લગનથી કામ કરે છે. તેઓ દરેક લાઇન અને દરેક શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક બોલે છે. તેઓ હંમેશાં લાંબા ડાયલૉગ માટે જાણીતા છે. ગુજરાતીમાં ડાયલૉગ બોલતા તેમને જોવા એ મારા માટે ખૂબ જ પ્રેરણાત્મક એક્સ્પીરિયન્સ રહ્યો હતો.’

entertainment news dhollywood news amitabh bachchan gujarati film yash soni