ઢોલ અને શરણાઈ સાથે વાજતેગાજતે 'મોન્ટુની બિટ્ટુ' નો લોગો રિલીઝ

19 June, 2019 04:21 PM IST  | 

ઢોલ અને શરણાઈ સાથે વાજતેગાજતે 'મોન્ટુની બિટ્ટુ' નો લોગો રિલીઝ

'મોન્ટુની બિટ્ટુ' નો લોગો રિલીઝ

ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. વિજયગિરી બાવાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ મોન્ટુની બિટ્ટુના લોગો રિલીઝ કર્યો છે. મોન્ટુની બિટ્ટુના પોસ્ટરને જોઈને લાગી રહ્યું છે લગ્નની તૈયારીઓ થઈ રહી છે. પોસ્ટરમાં શરણાઈઓ અને ઢોલ-નગારા દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ગ્રીન અને યલ્લો કલરમાં મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું ટાઈટલ દેખાઈ રહ્યું છે સાથે વચ્ચે દિલ દોરવામાં આવ્યું છે અને નીચે 'એક હોપફુલ લવસ્ટોરી' લખવામાં આવ્યું છે.

આરોહી પટેલ, મેહુલ સોલંકી અને મૌલિક નાયકની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થઈ ચૂક્યુ છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. જો કે ફિલ્મ અત્યારથી જ દર્શકોમાં ઉત્સુક્તા જગાવી રહી છે. અમદાવાદની પોળના કલ્ચર પર આધારિત એક યુવતીની વાત આ ફિલ્મમાં છે. વિજયગિરી બાવા 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર' બાદ મોન્ટુની બિટ્ટુ લઈને આવી રહ્યા છે. ત્યારે લોકો પણ ફિલ્મને લઈ ઉત્સુક દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ થયું પૂર્ણ, જુઓ બિહાઈન્ડ ધી સીન્સ સ્ટાર્સની મસ્તી

મોન્ટુ ની બિટ્ટુ એક ક્યુટ લવસ્ટોરી છે, અમદાવાદ શહેર હેરિટેજ બન્યું છે. શેના લીધે ? તો અમદાવાદની પોળ એક જીવંત વારસો છે. આ ફિલ્મ એ પોળમાં રહેતા એ ફેમિલીની વાત છે. પોળમાં જ પાંગરતી લવસ્ટોરી એટલે મોન્ટુની બિટ્ટુ. વિજયગિરી બાવા પ્રેમજી અને મહોતુ શોર્ટ ફિલ્મ પછી ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં મોન્ટુ અને બિટ્ટુની સ્ટોરી છે. જેમાં બિટ્ટુ એક બેફિકરી યુવતી છે, જે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો મોન્ટુ તેનો બાળપણનો મિત્ર છે. બંનેની ફ્રેન્ડશિપ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. બિટ્ટુનો પરિવાર તેના લગ્ન કરાવવા ઈચ્છે છે. પણ બિટ્ટુના જીવનમાં કોણ આવે છે ? બાળપણના મિત્ર મોન્ટુની શું લાગણી છે? તેની વાર્તા એટલે મોન્ટુની બિટ્ટુ.

gujarati film aarohi patel gujarati mid-day