એશ્વર્યા મજમુદારે GujaratiMidday.com સાથે પર્સનલ લાઇફ પર કરી રસપ્રદ વાત

24 May, 2019 03:24 PM IST  |  મુંબઈ | ભાવિન રાવલ

એશ્વર્યા મજમુદારે GujaratiMidday.com સાથે પર્સનલ લાઇફ પર કરી રસપ્રદ વાત

ઐશ્વર્યા મજમુદાર

1) ઐશ્વર્યા પહેલો સવાલ, સંગીતનો શોખ કઈ ઉંમરથી હતો, ક્યારે ખબર પડી કે તમારામાં સિંગિંગની ટેલેન્ટ છે ?

બહુ જ નાની હતી, જ્યારે મેં પહેલીવાર સૂર ભર્યો હશે. હું 8 મહિનાની હતી ત્યારે. આ વાત મને એટલા માટે ખબર છે કે મારા ઘરમાં હંમેશા આ ઘટના યાદ થતી હોય છે, પ્લસ મારી પાસે એક વીડિયો પણ છે, જેમાં હું સાવ ટબુકડી છું. ભાખોડિયા ભરવાની ઉંમરે હું હાર્મોનિયમ પર બેઠી છું અને મારા પપ્પા જે સૂર વગાડતા હતા એ સૂર હું ગાતી હતી. તો દરેક વ્યક્તિમાં કંઈક સ્પેશિયલ હોય, મારામાં આ વાત સ્પેશિયલ હતી. કે હું જે જોઉં એ બધું જ ગ્રાસ્પ કરી લેતી હતી. પણ મારી ટ્રેનિંગ તો 4.5 વર્ષની ઉંમરે શરૂ થઈ ત્યાં સુધી મમ્મી પપ્પા સાથે જ શીખી. મમ્મી પપ્પા બંનેને ગાવાનો ખૂબ શોખ, એટલે તેઓ રોજ સાંજે હીંચકા પર બેસીને મજા માટે ગાતા હતા. એટલે તેમને ગાતા સાંભળીને બાળક તરીકે હું શીખતી ગઈ. સા રે ગામા પાધા નિ સા મેં 3 વર્ષની ઉંમરે શીખ્યું. બેઝ મારો ત્યાંથી બંધાયો.

બાકી જર્ની તો એવી હોય કે તમને ખબર ન પડે ક્યારે શું થયું. મજા આવતી હતી એટલે ગાતી હતી. ક્યારેય એવું નહોતું વિચાર્યું કે બસ હવે તો ગાયન જ જિંદગી છે. બસ થતું ગયું. કોમ્પિટિશન્સમાં ભાગ લીધો, જીતતી ગઈ તો મોટિવેશન મળ્યું, મને મજા આવતી હતી. મને લાગતું હું ગાતી એ ગમતું હતું. મમ્મી પપ્પાને પણ લાગ્યુ કે મને આ ગમે છે, એટલે એ લોકો મને શીખવતા ગયા. 10 વર્ષની ઉંમરે મેં પહેલી નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લીધો. ત્યારે આખા દેશમાં હું થર્ડ હતી. મને 100માંથી 93 માર્ક્સ મળ્યા હતા એમાં. બસ પછી ગાવાનું ચાલુ રહ્યું. ગુજરાતી સંગીત શીખી. ધીરે ધીરે 4 વર્ષે મને ખબર પડી કે મને આમાં ખૂબ મજા આવે છે. અને 14 વર્ષે તો હું છોટે ઉસ્તાદ જીતી. બસ પછી તો તમને ખબર જ છે.

 

2) ઘણા બધા લોકો સામે પહેલું ગીત કઈ ઉંમરે ગાયું હતું ? અને કયું હતું એ ગીત. ફરી વાર ગાઈ સંભળાવો

બહુ બધા લોકોની વચ્ચે મેં ત્યારે ગાયું જ્યારે હું માત્ર 3 વર્ષની હતી. મારા ફેમિલીમાં કોઈની વેડિંગ એનિવર્સરી હતી, સેલિબ્રેશનમાં આખું ફેમિલી ભેગું થયું હતું. મોટી પાર્ટી હતી, એન્ટરટેઈનમેન્ટ માટે એક સેટ અપ હતો, કોઈ આર્ટિસ્ટ, મ્યુઝિશિયનને બોલાવાયા હતા. અને મારે તો ઘરનું ફંક્શન હતું, બધાને હું ઓળખતી હતી, એટલે હું તો સ્ટેજ પર ચડી ગઈને કહ્યું કે મારે પણ ગાવું છે. ને હું ગાવા લાગી. મારી પાસે તે સમયનો એક ફોટો પણ છે. વ્હાઈટ કલરના ફ્રોકમાં હું ગાઉ છું. લગ જા ગલે તે મેં ગાયું હતું. આ પહેલીવાર ત્યારે હતું, જ્યારે મેં જાતે નક્કી કર્યું કે મારે ગાવું છે.

3) ઐશ્વર્યાએ ગાવાનું કોની પાસેથી શીખ્યું ક્યાં ક્યાંથી સિંગિંગની તાલીમ લીધી ?

સૌથી પહેલા મેં મોનિકાબેન શાહ પાસે અમદાવાદમાં શીખવાની શરૂઆત કરી. 6 થી 7 મહિના તેમન પાસે ક્લાસિકલ મ્યુઝિક શીખી. ત્યાર બાદ અમદાવાદમાં જ અનિકેત ખાંડેકર પાસે 10 વર્ષ અને હવે હું મુંબઈમાં હું ગૌતમ મુખર્જી પાસે શીખું છું.

4) 15 વર્ષે જ રિયાલિટી શો જીતીને ફેમસ થઈ ગયા. આટલી નાની ઉંમરે સેલેબ બનવાની ફિલીંગ કેવી હતી ?

14 કે 15 વર્ષે વધારે પડતી ફેમ મળે ત્યારે એ હેલ્ધી નથી હોતું. મને પર્સનલી એવો કોઈ એક્સપિરિયન્સ નથી થયો. એનું કારણ મારા મમ્મી પપ્પા છે. ખાસ કરીને મારા મમ્મી. કારણ કે રોજ જ્યારે હું ઉઠુ ત્યારે એ મને ઘરનું કોઈ કામ કરાવે, જેનાથી મને યાદ રહે કે હું એક સામાન્ય માણસ છું. હું જે કંઈ કરુ છું તેને અને મારા સામાન્ય માણસ હોવાને કોઈ સંબંધ નથી. સૌથી પહેલા હું એક સામાન્ય માણસ છું. એટલે હું કોઈ એવી સિદ્ધિ નથી મેળવી રહી કે હું માણસ ન રહું. મને હમ્બલ રહેતા. હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાની આદત હતી. બીજા લોકોના સપોર્ટથી, તમારા સાથે કામ કરતા લોકો અને લોકોના આશીર્વાદથી તમે જે બન્યા છો એ છો. તમારી મહેનત પણ મહત્વની છે. જ્યારે મહેનત બંધ કરશો તો આ બધું જ જતું રહેશે. 17 વર્ષની ઉંમર સુધી તો હું મેચ્યોર ન હોતી, ત્યાં સુધી બધું સરસ સરસ જ થતું, ત્યારે કેટલાક ઈમ્પોર્ટન્ટ લોકો રિમાઈન્ડ કરાવે કે સારી વ્યક્તિ બનો તો જીવનમાં આગળ વધી શક્શો. એ મહત્વનું છે.

5) એવો કોઈ કિસ્સો જ્યારે સિંગિંગને લઈ ઘરમાં વાતાવરણ તંગ થયું હોય કે પછી મમ્મી પપ્પાએ સામેથી કહ્યું હોય કે ના તું સિંગિંગ પર ધ્યાન આપ

બે માંથી એક પણ વસ્તુ નથી થઈ. ન તો ક્યારેય મને કાયમ સિંગિંગ માટે કે પછી સિંગિગ સિવાયની પ્રવૃત્તિ માટે કહેવામાં આવ્યું. મને ભણવામાં ગણિતમાં રસ ઓછો હતો. અને એક દિવસ છઠ્ઠા કે પાંચમામાં વીકલી ટેસ્ટમાં હું ફેલ થઈ. અને ઘરે આવીને મમ્મ વઢી હતી. પછી પપ્પા આવ્યા. પપ્પાએ રિઝલ્ટ જોઈને મારી સાથે વાત કરી. પપ્પાએ પુછ્યુ કે મેથ્સ નથી ગમતું મેં કહ્યું ના, તો એમણે કહ્યું કે શું ગમે છે, મેં કહ્યું ગાવું ગમે છે. તો પપ્પાએ મને કંઈક એવું પસંદ કરવાનું કહ્યું કે જેમાં હું મહેનત કરી શકું, મેં મ્યુઝિક પસંદ કર્યું. મને લાગ્યું કે આ સહેલું છે, લોકો મને સાંભળીને તાળીઓ પાડે છે. પપ્પાએ મારી વાત માની. બસ એ છેલ્લી વખત મારા પપ્પાએ કંઈક પુછ્યુ હતું. એટલે પ્રેશર તો ક્યારેય હતું જ નહીં. છોટે ઉસ્તાદ પછી તો હોમ સ્કૂલિંગ કર્યુ જેને કારણે માને સાયન્સ, હિસ્ટ્રી, પેઈન્ટિંગ અને ઈંગ્લિશ લિટરેચર ભણવાની તક મળી. બધુ ભણી અને બધુ ગાયું. એટલે કોઈ એક વસ્તુ પસંદ કરવાની ક્યારેય આવી જ નહીં.

6) લેટ્સ હેવ અ ટફ ક્વેશ્ચન, મમ્મી પપ્પા બંને સિંગર છે, તો બંનેમાંથી તારું ફેવરિટ સિંગર કોણ છે ?

(હસતા હસતા)આ પ્રશ્ન જ ખોટો છે. મમ્મી સ્ત્રી છે, પપ્પા પુરુષ છે, એટલે હું એવું ના કહી શકું કે કોણ સારુ ગાય છે. પણ અમુક વસ્તુ મને પપ્પાની વધુ ગમે છે, અમુક મમ્મીની વધુ ગમે છે.

7) ઐશ્વર્યા મજમુદારનો ક્રશ કોણ છે ? 

મારો કોઈ ક્રશ નથી. આ ટ્રેજિક છે. પહેલા અલગ અલગ લોકો પર ક્રશ હતા પણ હવે નથી.

8) જો કોઈ રેટ્રો સોંગ ફરી ગાવા મળે તો કયું ગીત રિક્રિએટ કરવાની ઐશ્વર્યાને ઈચ્છા છે ?

ઘણા રેટ્રો સોંગ રિક્રિએટ કરેલા છે અને આ ઈચ્છા બદલાતી રહે છે. પરંતુ મારે લગ જા ગલેને જુદી રીતે, ઓરિજિનલ કન્સેપ્ટને નેક્સ્ટ લેવલ પર લઈ જવા હું કામ કરી રહીછું. આ વર્ષના એન્ડ સુધીમાં હું લગ જા ગલે રિક્રિએટ કરીશ. મારી સ્ટાઈલમાં ગાઈને લોકોને વધુ સહેલાઈથી સમજાય એ રીતે રિક્રિએટ કરીશ.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન

9) ઐશ્વર્યા તમારા ફ્યુચર પ્રોજેક્ટ શું છે ?

આ વર્ષથી હું મારું પોતાનું મ્યુઝિક ક્રિએટ કરવાની છું. મેઈનલી હિન્દી ભાષામાં નવા સોંગ ક્રિએટ કરીશ, ગુજરાતીમાં પણ કરીશ. કેટલાક નવા ગરબા નવી જનરેશન માટે પણ બનાવીશ. ત્રણ સિંગલ્સ પણ રિલીઝ કરી રહી છું.

10) બોલીવુડના કયા મ્યુઝિક ડિરેક્ટર કમ્પોઝર સાથે કામ કરવાનું ડ્રીમ છે ?

અમુક ડ્રીમ્સ એવા હોય છે, જે ફૂલફીલ કરવા અઘરા હોય છે. મને આર. ડી બર્મન સાથે કામ કરવંન છે, પણ એ પોસિબલ નથી. હા જો એમનું કોઈ રિલીઝ ન થયેલું કમ્પોઝિશન ગાવાની તક મળે, તો મને ગ્રેટફૂલ ફીલ થશે. જો મને આર. ડી બર્મન સાથે કામ કરવા મળે તો હું કંઈ પણ કરી શકું છું.

11) ગુજરાતીઓની કઈ આદત ઐશ્વર્યાને ગમે છે ?

ગુજરાતીઓ કોઈ પણ ભાષા ગુજરાતીમાં બોલી શકે છે. એ મને બહુ ગમે. મેં તો તુમકો મિલ કે હી ઓળખ ગયા હતા. એ ખૂબ ગમે છે.

12) ઐશ્વર્યા જ્યારે સ્ટ્રેસ્ડ હોય ત્યારે શું કરે છે ?

સંગીત સાંભળુ છું. મને ગમતા લોકોને ફોન કરીને સ્ટ્રેસ્ટ આઉટ કરી નાખું છું. બસ હું સ્ટ્રેસ્ટ હોઉં ત્યારે આવું કંઈક કરું છું.

13) ગુજરાતમાંથી ઐશ્વર્યાનું ગમતું શહેર કયું ?

મારુ સૌથી ગમતું શહેર અમદાવાદ છે, કારણ કે હું ત્યાં મોટી થઈ છું. મારું ફેમિલી ત્યાં છે. મારી સૌથી ગમતી રેસ્ટોરન્ટ ત્યાં છે. આઈ એમ ઈન લવ વીથ અમદાવાદ.

આ પણ વાંચોઃ ઈશાની દવેઃ પ્રફુલ્લ દવેની આ ટેલેન્ટેડ દીકરી જીતી રહી છે લોકોના દિલ

14) અમદાવાદની કઈ જગ્યા છે, જ્યાં ઐશ્વર્યાને ચિલ કરવું ગમે છે ?

એ જ જગ્યા જ્યાં મને જમવા જવું ગમે છે. હાઉસ ઓફ મંગલદાસમાં જુદી જુદી રેસ્ટોરન્ટ છે, પૂલ છે. જો તમારે મને શોધવી હોય તો હું ત્યાં જ મળીશ.

15) ઐશ્વર્યાને ક્યાંના ગરબા ખૂબ ગમે છે ?

અમદાવાદના ગરબા મને ખૂબ ગમે છે. અમદાવાદ ડાન્સમાં મારું પ્રેફરન્સ છે.

gujarati film entertaintment gujarat