૧૫૦ કરોડ

24 November, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલા રૂપિયા સાથે ઇન્ડિયાનો સૌથી વધુ પૈસા ચાર્જ કરતો ઍક્ટર બન્યો પ્રભાસ

પ્રભાસ

પ્રભાસે એક ફિલ્મ માટે ૧૫૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોય એવી ચર્ચા ચાલી રહી છે. અક્ષયકુમાર અને સલમાન ખાન બાદ ૧૦૦ કરોડથી વધુ ફી ચાર્જ કરનારો તે ત્રીજો ઍક્ટર બન્યો છે. જોકે ૧૫૦ કરોડ ચાર્જ કરનાર તે પ્રથમ ઍક્ટર બન્યો છે. તેની હાલમાં ઘણી ફિલ્મો આવી રહી છે. ‘રાધેશ્યામ’ અને ‘આદિ પુરુષ’ની ઘણી રાહ જોવાઈ રહી છે. આ બન્ને ફિલ્મો ભૂષણકુમારે પ્રોડ્યુસ કરી છે. ‘આદિ પુરુષ’ માટે તેને ૧૫૦ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. આ સાથે જ ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વેન્ગાની ‘સ્પિરિટ’ માટે પણ તેને ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ થશે.

bollywood news bollywood bollywood gossips entertainment news prabhas