કોરોના માટે મદદમાં આવતી દવાઓને નકલી બનાવનાર લોકો રાક્ષસ છે: ફરહાન અખ્તર

04 May, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા જ લોકોની આકરા શબ્દોમાં ટીકા કરતાં અભિનેતાએ ટ્વીટ કર્યું હતું

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરે કોરોના માટે મદદમાં આવતી દવાઓની નકલ કરનારા લોકોની નિંદા કરી છે. કોરોનાના વધતા કેરની વચ્ચે દેશમાં ઇન્જેક્શન અને ઑક્સિજનની કાળા બજાર કરવામાં આવી રહ્યા છે. એક-એક શ્વાસ માટે પીડિતોને વલખાં મારવા પડી રહ્યાં છે. તેમની વિવશતાનો કેટલાક લાલચુ લોકો લાભ ઉઠાવે છે. આવા જ લોકોની આકરા શબ્દોમાં ટીકા કરતાં ટ્વિટર પર ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘એવા ન્યુઝ જોયા હતા કે કેટલાક લોકો કોવિડના નામે નકલી દવાઓ બનાવે છે અને વેચે છે. આવા કપરા સમયમાં લોકોને ઠગનારા વિશેષ પ્રકારના રાક્ષસો છે. તમે જે પણ હો, તમને શરમ આવવી જોઈએ.’

coronavirus covid19 entertainment news bollywood news bollywood farhan akhtar