પંકજ ​ત્રિપાઠીએ લદ્દાખમાં શૂટિંગ કરવા શેની ટ્રેઇનિંગ લીધી હતી?

27 May, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રિપાઠીએ કહ્યું કે ‘એ સીન્સના શૂટિંગ માટે ચોક્કસ પ્રકારની ફિટનેસની જરૂર હોય છે અને અમારી મદદ માટે કોચને નીમવામાં આવ્યા હતા અને અમને ઢાળ અને કપરા વિસ્તારોમાં ચાલવા તથા દોડવાની જરૂર પડે તો એના માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

પંકજ ત્રિપાઠી

પંકજ ​ત્રિપાઠીને તેના આગામી વેબ-શો ‘ગુલકંદ ટેલ્સ’ માટે લેહ-લદ્દાખના કપરા વાતાવરણમાં શૂટિંગ કરવા માટે ખાસ ટ્રેઇનિંગ લેવી પડી હતી. આ શોમાં કુણાલ ખેમુ પણ જોવા મળશે. આ શોને રાહી અનિલ બર્વેએ ડિરેક્ટ કર્યો છે. લેહ અને લદ્દાખમાં ઍક્શન સીક્વન્સ દરિયાની સપાટીથી ૧૨ હજાર ફુટની ઊંચાઈએ કરવામાં આવી હતી. એ વિશે પોતાનો અનુભવ જણાવતાં પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘એ સીન્સના શૂટિંગ માટે ચોક્કસ પ્રકારની ફિટનેસની જરૂર હોય છે અને અમારી મદદ માટે કોચને નીમવામાં આવ્યા હતા અને અમને ઢાળ અને કપરા વિસ્તારોમાં ચાલવા તથા દોડવાની જરૂર પડે તો એના માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ કામનો અનુભવ એક સાહસભરી ટ્રિપ જેવો હતો અને વાત જો ફિઝિકલી ડ્રેઇનિંગની કરું તો આખા શેડ્યુલને મેં દરરોજ એન્જૉય કર્યું હતું. આ થ્રિલિંગ વેબ-શોની રિલીઝને લઈને આતુર છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news pankaj tripathi