09 March, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ત્રિપુટીને જોવા લોકો છે આતુર
ફિલ્મ ‘વેલકમ’ સિરીઝની ફિલ્મોએ એની કૉમેડીને કારણે સારીએવી લોકપ્રિયતા મેળવી છે. ૨૦૦૭માં આવેલી પહેલી ફિલ્મે ઉદય શેટ્ટી અને મજનૂભાઈ જેવાં પાત્રોને અમર બનાવી દીધાં હતાં. એ પછી ૨૦૧૫માં એની સીક્વલ ‘વેલકમ બૅક’ રિલીઝ થઈ હતી. હવે આ ફ્રૅન્ચાઇઝીનો આગળનો ભાગ ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ માટે તૈયાર થઈ રહ્યો છે.
હવે રિપોર્ટ અનુસાર મેકર્સે ‘વેલકમ 4’ પર પણ કામ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મમાં નાના પાટેકર, પરેશ રાવલ અને અનિલ કપૂરની લોકપ્રિય ત્રિપુટી દર્શકોને હસાવતી જોવા મળશે. હાલમાં પ્રોડ્યુસર ફિરોઝ એ. નડિયાદવાલા અને તેમની રાઇટર્સ-ટીમ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપી ગતિએ કામ કરી રહી છે અને હવે એ ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે.
‘વેલકમ 4’ની સ્ટોરી એ રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે આ ત્રણેય પ્રખ્યાત પાત્રો નવી વાર્તામાં સ્વાભાવિક રીતે ફિટ થઈ શકે. ફિલ્મમાં ઘણા કૉમિક ડૉન જોવા મળશે અને એમાં હ્યુમર, ગ્લૅમર અને ઍક્શનનું કૉમ્બિનેશન જોવા મળશે.