16 April, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઍક્ટર વિશાલ જેઠવા અને તેના પંજાનો ફોટો
Vishal Jethwa Workout: ઍક્ટર વિશાલ જેઠવા હવે નવા પ્રોજેક્ટને લઈને જોરદાર તૈયારીઓ કરતો હોય એમ લાગી રહ્યું છે. જે પ્રમાણે ઍક્ટર વર્કઆઉટ કરીને ટ્રાન્સફોર્મેશનની તૈયારી કરી રહ્યો છે એ જોતાં તો તેના ફેન્સમાં ઉત્સુકતા જાગી છે કે હવે ઍક્ટર એવો તો કયો પ્રોજેક્ટ લાવવાનો છે.
હાલમાં જ ઍક્ટર વિશાલ જેઠવાએ તેના ફિટનેસ ગ્રાઇન્ડ (Vishal Jethwa Workout)ની આકર્ષક ઝલક શેર કરી છે, આ ઝલક જોઇને લોકો આતુર થઈ ગયા છે. તાજેતરમાં જ ઍક્ટરે સોશિયલ મીડિયા પર તેના હાથના પંજાનો ફોટો શેર કર્યો હતો. ફોલ્લાઓથી ભરાયેલ પંજાની ક્લોઝ-અપ તસવીર દર્શાવે છે કે ઍક્ટરના ટ્રેનિંગ સેશન કેટલા જબરદસ્ત ચાલી રહ્યા છે. એવું નથી કે માત્ર આ ફોટોએ જ દરેકનું ધ્યાન ખેંચ્યું હોય પણ તેની સાથેના કેપ્શને પણ આકર્ષણ જમાવ્યું છે, જેમાં લખ્યું છે કે, "૧૦૫ પુલ-અપ્સ. કોઈ શોર્ટકટ્સ નહીં. ૪૦ વજન (૧૦કિગ્રા) ૬૦ બોડીવેઇટ, ૫ માત્ર વેકઅપ માટે"
તમને જણાવી દઈએ કે આ ટ્રેનિંગ વિશાલના આગામી પ્રોજેક્ટ માટે છે. આના પરથી અનુમાન લગાડી શકાય છે કે ઍક્ટર કોઈ જબરદસ્ત ભૂમિકા માટે તૈયારી કરી રહ્યો છે. ક્રાફ્ટ માટે જાણીતો વિશાલ આ વખતે શારીરિક રીતે પોતાની મર્યાદાઓથી આગળ આવીને કશુંક જબરદસ્ત અને પહેલાં ન કર્યું હોય એવું કરવા માટે તૈયારી કરી રહ્યો છે.
પોતાની આ જ ટ્રેનિંગ વિશે વિશાલે (Vishal Jethwa Workout) જણાવ્યું કે, "હું એકંદરે ફિટનેસ અને સહનશક્તિ બિલ્ટ કરવા માટે બોડીવેટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ વર્ક બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. આની પાછળનો હેતુ એ જ છે કે સુસંગત રહેવું, ધીમે ધીમે તાકાતમાં સુધારો કરવો અને ટ્રેનિંગને શિસ્તબદ્ધ અને સંરચિત રાખીને પોતાની લિમિટેશન્સને ઓળંગવા"
ઍક્ટરના નજીકના એક સૂત્રના જણાવ્યા અનુસાર, "વિશાલ તેના ટ્રેનર નિકેશ સાથે જીમમાં સારો એવો સમય પસાર કરી રહ્યો છે. આ બદલાવ છેલ્લા દોઢ મહિનાની સખત અને સતત ચાલી રહેલી ટ્રેનિંગનું જ પરિણામ છે. ઍક્ટરે સારા પ્રમાણમાં મસલ્સ ગેઇન કર્યા છે. આ તેના એક આગામી પ્રોજેક્ટની તૈયારી દર્શાવે છે."
તમને જણાવી દઈએ કે વિશાલ (Vishal Jethwa Workout)ની તાજેતરમાં જ આવેલી ફિલ્મ `હોમબાઉન્ડ` જાન્યુઆરીમાં ઓસ્કારમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા દ્વારા ભજવવામાં આવેલા બાળપણના બે મિત્રોના અનુભવોની વાર્તા છે. જેઓ નેશનલ પોલીસ એક્ઝામ ક્રેક કરવાનો પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત `હોમબાઉન્ડ` માં ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર પણ છે.