28 July, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્સોવામાં આવેલો એક લક્ઝરી ફ્લૅટ ૧૮.૨૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ૨૬૪૪ સ્ક્વેર ફુટનો ફ્લૅટ વર્સોવા વિસ્તારમાં આવેલા ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં આવેલો છે. આ ફ્લૅટ સાથે ૩૧૬ સ્કવેર ફુટનો સ્પેશ્યલ અલાયદો એરિયા તેમ જ ત્રણ કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ પ્રૉપર્ટીનો સોદો ૨૧ જુલાઈએ રજિસ્ટર્ડ થયો હતો.