08 January, 2024 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્ના
સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્ના (Vijay Rashmika Engagement) ઘણા સમયથી ચર્ચામાં છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આ બંને કપલે મીડિયામાં તેમના સંબંધો વિશે કોઈ વાત કરી નથી. આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, નવા વર્ષ પર પણ એક સમાચાર સામે આવ્યા હતા કે બંનેએ સાથે મળીને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. બીજી તરફ, એવી અફવા છે કે આ કપલ સગાઈ કરવા જઈ રહ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું છે, એવા અહેવાલો છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે.
ક્યારે થશે સગાઈ?
એક રિપોર્ટ અનુસાર, વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના (Vijay Rashmika Engagement) થોડા દિવસોમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સગાઈ કરવા જઈ રહ્યું છે. આ સમાચાર સાચા છે કે ખોટા એ તો સમય આવવા પર જ ખબર પડશે.
વિજય અને રશ્મિકા પહેલીવાર ક્યારે મળ્યાં?
વિજય અને રશ્મિકાની પહેલી મુલાકાત ફિલ્મ `ગીતા ગોવિંદમ`ના શૂટિંગ દરમિયાન થઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મ દરમિયાન બંને કપલ એકબીજાની નજીક આવ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો અને ત્યારબાદ બંને `ડિયર કોમરેડ`માં જોવાં મળ્યાં હતાં.
વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા હાલમાં અલ્લુ અર્જુન સાથે `પુષ્પા 2`ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં, તેણે હૈદરાબાદમાં પુષ્પાનું અમુક શૂટિંગ પૂર્ણ કર્યું અને મુંબઈમાં ફિલ્મ એનિમલની સક્સેસ પાર્ટીમાં પણ હાજરી આપી હતી. બીજી તરફ, વિજય દેવરકોંડા `ફેમિલી સ્ટાર`માં મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે.
‘પુષ્પા 2’માં બ્રેક લઈને ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી રશ્મિકાએ
રશ્મિકા મંદાના હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને એમાંથી બ્રેક લઈને તેણે ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. તે હાલમાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે. તેણે ‘પુષ્પા 2’ની ટીમ પાસે સ્પેશ્યલ પરવાનગી માગી હતી. તે આ શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવી હતી અને પાર્ટીમાં હાજરી આપી હતી. તે પાર્ટીમાં હાજરી આપીને ફરી હૈદરાબાદ રિટર્ન થઈ ગઈ છે અને ફરી શૂટિંગ શરૂ કરશે. રણબીર કપૂર સાથેની ‘ઍનિમલ’માં તેની પત્ની ગીતાંજલિનું પાત્ર તેણે ભજવ્યું હતું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને એની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. રશ્મિકાની ‘પુષ્પા 2’ આ વર્ષે પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે.