શું ઓટીટી પર `લાઈગર` 200 કરોડમાં વેચાઈ ? વિજય દેવરકોંડા આપ્યો આવો જવાબ

23 June, 2021 06:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓટીટી પર `લાઈગર` 200 કરોડમાં વેચવાના સમાચાર પર વિજય દેવરકોંડા આવો જવાબ આપ્યો છે.

વિજય દેવરકોંડા (ફાઈલ ફોટો)

વિજય દેવરકોંડા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. થોડા દિવસો પહેલા મળતા સમાચાર  મળ્યા હતા કે અભિનેતાની આગામી ફિલ્મ `લાઈગર` ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં હવે વિજય દેવરકોન્ડાએ ખુદ તેમની આગામી ફિલ્મ `લાઈગર` ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થવાના સમાચારને ફગાવી દીધા છે. 

તમને જણાવી દઈએ કે બૉલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ આ બહુભાષીય ફિલ્મમાં જોવા મળશે. પુરી જગન્નાથ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. બૉલિવૂડમાં વિજય દેવરકોંડાની આ ડેબ્યૂ ફિલ્મ છે.

 ફેમસ ફિલ્મ‘અર્જુન રેડ્ડી’ના અભિનેતા વિજય દેવરકોન્ડાએ ટ્વિટર પર  મીડિયા સમાચારની તસવીર શેર કરતાં ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મના રિલીઝ થવાના સમાચારોને નકાર્યા છે.  એક અગ્રણી પ્લેટફોર્મ દ્વારા ફિલ્મ અને તેના `સેટેલાઇટ રાઇટ્સ` ખરીદવા માટે 200 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવ્યા હોવાના સમાચાર દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ અભિનેતાએ કહ્યું કે, "તે બહુ ઓછી રકમ છે. હું સિનેમા ઘરોમાં એના કરતાં વધુ કમાણી કરીશ.

તમને જણાવી દઈએ કે ફિલ્મ `લાઈગર` એક સાથે તેલુગુ અને હિન્દી બંને ભાષામાં શૂટ થઈ રહી છે. આ ફિલ્મમાં રમ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે જેવા મોટા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મનું હિન્દી વર્ઝન ધર્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. વિજય દેવરકોંડાના ચાહકો આતુરતાથી તેની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

 

bollywood news entertainment news Ananya Panday indian films vijay deverkonda