Video: બિગબીનો જન્મદિવસ ઉજવવા મુંબઇ પાછા ફર્યા આરાધ્યા, અભિષેક અને ઐશ્વર્યા

11 October, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્રાન્સમાં 28 સપ્ટેમ્બરથી 6 ઑક્ટોબર સુધી આ ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા પોતાના સુંદર અંદાજમાં રેમ્પ પર જોવા મળી હતી.

તસવીર સૌજન્ય યોગેન શાહ

અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan Birthday)79મા જન્મદિવસના સેલિબ્રેશન પહેલા ઐશ્વર્યા રાય (Aishwarya Rai), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને આરાધ્યા બચ્ચન (Aaradhya bachchan) પોતાના પેરીસ ટ્રિપ પરથી પાછા આવી ગયા છે. આખો પરિવાર સોમવારની સવારે એરપૉર્ટ પર જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફરી એકવાર ઐશ્વર્યા આરાધ્યાને લઈને પ્રોટેક્ટિવ જોવા મળી રહી છે.

અમિતાભ બચ્ચનના જન્મદિવસે ઇન્ડસ્ટ્રીના સિતારા અને વિશ્વભરના ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એવામાં તેમનો પરિવાર પણ આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે મુંબઇ પાછો આવી ચૂક્યો છે.

જણાવવાનું કે ઐશ્વર્યા તાજેતરમાં પેરિસમાં એફિલ ટાવર નજીક આયોજિત ફેશન વીક (Paris Fashion Week 2021)માં સામેલ થઈ. ફ્રાન્સમાં 28 સપ્ટેમ્બરથી 6 ઑક્ટોબર સુધી આ ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા પોતાના સુંદર અંદાજમાં રેમ્પ પર જોવા મળી હતી.

આ ઇવેન્ટ ટ્રિપ પર ઐશ્વર્યા અભિષેક આરાધ્યાને પણ સાથે લઈને ગઈ હતી. આ દરમિયાન તેમણે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો, જેની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા રહ્યા.

bollywood news bollywood bollywood gossips entertainment news abhishek bachchan aaradhya bachchan aishwarya rai bachchan amitabh bachchan happy birthday