09 October, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
વૉર 2
યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં હૃતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ડિરેક્ટર અયાન મુખરજીની આ ફિલ્મમાં હૃતિક રોશન મેજર કબીર ધાલીવાલનો રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મથી જ જુનિયર એનટીઆરે બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ‘વૉર 2’ આવતી કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
સર્ચ : ધ નૈના મર્ડર કેસ
કોંકણા સેન શર્માની ‘સર્ચ : ધ નૈના મર્ડર કેસ’ ક્રાઇમ-થ્રિલર સિરીઝ છે. ડિરેક્ટર રોહન સિપ્પીની આ ફિલ્મમાં કોંકણા અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ સંયુક્તા દાસનું પાત્ર ભજવી રહી છે, જે તેનાં લગ્નને બચાવવાની છેલ્લી કોશિશ કરવા માટે નોકરી છોડવાની તૈયારી કરી રહી છે. જોકે ત્યારે જ તેની પાસે નૈના નામની એક છોકરીની ભયાનક હત્યાનો કેસ આવે છે. આ સિરીઝ ડેનિશ હિટ ફિલ્મ ‘ધ કિલિંગ’ની ઇન્ડિયન રીમેક છે. આ ક્રાઇમ સિરીઝ શુક્રવારથી જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
કુરુક્ષેત્ર
આ પૌરાણિક ઍનિમેશન સિરીઝમાં મહાભારતના યુદ્ધને ૧૮ મુખ્ય યોદ્ધાઓના દૃષ્ટિકોણથી દર્શાવે છે. મેકર્સનો દાવો છે કે મહાભારતની વાર્તાને અત્યાર સુધી આ અંદાજમાં ક્યારેય દર્શાવવામાં નથી આવી. આ સિરીઝમાં ૯ એપિસોડ છે અને એ શુક્રવારથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.