હૃતિક રોશન અને વિદ્યા બાલનનો આભાર કેમ માન્યો ટ્વિન્કલે?

13 May, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની બીજી લહેરમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આથી ટ્વિન્કલ ખન્ના અને અક્ષયકુમાર લોકોને ઑક્સિજન મળી રહે એ માટે કામ કરી રહ્યાં છે

ટ્વિન્કલ ખન્ના

ટ્વિન્કલ ખન્નાએ હાલમાં જ હૃતિક રોશન અને વિદ્યા બાલનનો સોશ્યલ મીડિયા પર આભાર માન્યો છે. કોરોનાની બીજી લહેરમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આથી ટ્વિન્કલ ખન્ના અને અક્ષયકુમાર લોકોને ઑક્સિજન મળી રહે એ માટે કામ કરી રહ્યાં છે. તેમણે પોતે સો જેટલાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ આપ્યાં છે. તેમની આ પહેલમાં હૃતિક રોશન અને વિદ્યા બાલને પણ સપોર્ટ કર્યો છે. જોકે તેમણે આ સપોર્ટ ખાનગીમાં કર્યો હતો જેની કોઈને ખબર સુધ્ધાં નહોતી. હૃતિકનો ફોટો શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘મારો પાડોશી તેનાથી બનતી તમામ મદદ આ ક્રાઇસિસના સમયમાં કરી રહ્યો છે. હૃતિક રોશન વખાણ કરવાને પાત્ર છે.’

ટ્વિન્કલને જવાબ આપતાં હૃતિકે કહ્યું હતું કે ‘લોકોને મદદ કરવાની મને તક આપવા બદલ તારો આભાર. તું જે કામ કરી રહી છે એના પર મને ગર્વ છે.’

વિદ્યા બાલનનો મોનોક્રોમ ફોટો શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘હું વિદ્યા બાલનનો પણ આભાર માનું છું. અદ્ભુત ટૅલન્ટ અને ખૂબ જ મોટા દિલની મહિલા જરૂરિયાતમંદ લોકોની ખૂબ જ સીક્રેટલી મદદ કરી રહી છે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19