`ધમાકા` ફિલ્મનું ટ્રેલર રિલીઝ, પત્રકારની ભૂમિકામાં જુઓ આર્યનનો  ટ્રાન્સફોર્મેશન લુક

19 October, 2021 05:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્રકાર અર્જુન પાઠક તરીકે તીવ્ર, પકડ અને હાર્ડ-હિટિંગ કાર્તિક આર્યન ડિજિટલની દૂનિયામાં હલચલ મચાવતો જોવા મળે છે.

કાર્તિક આર્યન (ફાઈલ ફોટો)

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ `ધમાકા`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાર્તિક ન્યૂઝ એન્કર તરીકે ધમાકો કરતા જોવા મળે છે. પત્રકાર અર્જુન પાઠક તરીકે તીવ્ર, પકડ અને હાર્ડ-હિટિંગ કાર્તિક આર્યન ડિજિટલની દૂનિયામાં હલચલ મચાવતો જોવા મળે છે. ટ્રેલરમાં અભિનેતાનો ટ્રાન્સફોર્મેશન લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત અને ખુશ છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, અમૃતા સુભાષ, વિકાસ કુમાર અને વિશ્વજીત પ્રધાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

ધમાકા ટ્રેલરમાં કાર્તિક અર્જુન પાઠકની ભૂમિકા ભજવે છે, એક ન્યૂઝ એન્કર જે તેના પ્રાઇમટાઇમ સ્લોટમાં હોવાની તૈયારીમાં હોય છે, પરંતુ આતંકવાદીનો ફોન કોલ આખી સ્થિતિ બદલી નાખે છે. ટ્રેલરમાં મૃણાલ પણ એક પત્રકારની ભૂમિકામાં જોવા મળે છે, જે કાર્તિકની પત્નીનો રોલ કરી રહી છે.

ટ્રેલરની શરૂઆત કાર્તિક માટે રઘુવીર મથા નામના આતંકવાદીના ફોન કોલથી થાય છે. આતંકવાદી સી-લિંકને ઉડાવી દેવાની ધમકી આપે છે, જે સાંભળી કાર્તિક પહેલા હસે છે, થોડા સમય પછી જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે તેના હોશ ઉડી જાય છે. ટ્રેલર જોઈને લાગે છે કે તે ડિજિટલ પ્લેટફોર્મ પર કઈંક કમાલ કરવા જઈ રહ્યાં હોય.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ચાહકો આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં કાર્તિકનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મ ધમાકા નેટફ્લિક્સ પર 19 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન દિગ્દર્શક રામ માધવાનીએ કર્યું છે.

bollywood news entertainment news kartik aaryan