વર્ષ 2018ના TOP 10 OPENING WEEKENDSમાં રણવીરે કરી લીધી અક્ષયની બરાબરી

04 January, 2019 07:11 PM IST  | 

વર્ષ 2018ના TOP 10 OPENING WEEKENDSમાં રણવીરે કરી લીધી અક્ષયની બરાબરી

ફાઈલ ફોટો

અક્ષય કુમારની વર્ષ 2018માં 3 ફિલ્મ રિલીઝ થઈ, જેમાંથી 2 ટૉપ ટેનમાં ઓપનીંગ વીકેન્ડની લિસ્ટમાં સામેલ છે. અક્ષય સિવાય રણવીર એવો એક્ટર છે, જેની વર્ષ 2018માં બે ફિલ્મો આવી અને બન્ને લિસ્ટમાં છે. રસપ્રદ બાબત એ છે કે અક્ષયે સિમ્બાના ક્લાઈમેક્સમાં કેમિયો પણ કર્યું છે. રિયલ લાઈફમાં પણ રણવીર સાથે તેમની ઘણી સારી બોન્ડિંગ છે.

28 ડિસેમ્બરના રિલીઝ થયેલી સિમ્બાએ ઓપનીંગ વીકેન્ડમાં જ ધૂમ મચાવી દીધી. ફિલ્મે 75.11 કરોડનું જોરદાર કલેક્શન રિલીઝના ત્રણ દિવસોમાં કર્યું છે. આ સાથે જ 2018ના ટૉપ ટેન ઓપનિંગ વીકેન્ડ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણવીરે પહેલી વાર રોહિત શેટ્ટીના નિર્દેશનમાં કામ કર્યું છે. સારા અલી ખાન ફીમેલ લીડ રોલમાં છે. ટૉપ 10 ઓપનિંગ વીકેન્ડ કલેક્શન્સની લિસ્ટમાં છેલ્લી એન્ટ્રી શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોની છે.

રણબીર સિંહ

સિમ્બાની લિસ્ટમાં એન્ટ્રી થકી 'બધાઈ હો' બહાર થઈ ગઈ છે, જે દસમાં સ્થાને હતી. બધાઈ હો 2018ની બહેતરીન ફિલ્મોમાં સામેલ છે, જેણે ચાર દિવસ લાંબા વીકેન્ડમાં 45.06 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું, જ્યારે ફિલ્મના ત્રણ દિવસોનું કલેક્શન રૂપિયા 31.46 કરોડ છે. ત્યાં જ સિમ્બાએ શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોને હજી એક સ્થાન નીચે ખસેડી દીધી. સિમ્બાના રિલીઝ બાદ વર્ષ 2018ના ટૉપ 10 ઓપનિંગ વીકેન્ડ કલેક્શન્સની છેલ્લી લિસ્ટ કંઈક આવી છે.

10 - દસમાં સ્થાને જૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે છે, જેણે 56.91 કરોડ 5 દિવસના ઓપનિંગ વીકેન્ડમાં જમા કર્યા, જ્યારે ત્રણ દિવસમાં ફિલ્મે 37.62 કરોડનું કલેક્શન કર્યું હતું.

9 - 21 ડિસેમ્બરના આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોએ ઓપનિંગ વીકેન્ડમાં 59.07 કરોડ જમા કર્યા છે.

ગોલ્ડ

8 - આઠમાં સ્થાને અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ છે. આ ફિલ્મે 5 દિવસના ઓપનિંગ વીકેન્ડમાં રૂપિયા 71.30 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે ત્રણ દિવસમાં ફિલ્મનું કલેક્શન 43.75 કરોડ રહ્યું.

7 - ઓપનિંગ વીકેન્ડની લિસ્ટમાં સાતમા સ્થાને ટાઈગર શ્રોફની બાગી 2 છે, જેને અહમદ ખાને ડિરેક્ટ કરી છે. આ એક્શન-રોમેન્ટિક ફિલ્મમાં દિશા પટાની પહેલી વાર ટાઈગરની સાથે છે. એક્શનને લઈને ટાઈગરની ઈમેજ ફિલ્મમાં 73.10 કરોડનું શાનદાર ઓપનિંગ વીકેન્ડ કર્યું.

6 - લિસ્ટમાં છઠ્ઠા સ્થાને સિમ્બાની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મે 75.11 કરોડનું કલેક્શન 3 દિવસોમાં જ કરી લીધું છે. રોહિત શેટ્ટીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને રણવીર સિંહની સાથે સારા અલી ખાન લીડ રોલ્સમાં જોવા મળે છે.

2.0 

5 - પાંચમાં સ્થાને અક્ષય કુમાર અને રજનીકાંતની 2.0 છે, જેના હિન્દી વર્ઝને 4 દિવસના ઓપનિંગ વીકેન્ડમાં 97.25 કરોડનું કલેક્શન કર્યું હતું. શંકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં એમી જેક્શન ફીમેલ લીડ રોલમાં હતી.

4 - ચોથા સ્થાને છે રેસ 3, જેણે ઓપનિંગ વીકેન્ડમાં 106.47 કરોડ જમા કર્યા છે. રેમો ડિસોઝા નિર્દેશિત ફિલ્મમાં સલમાન સિવાય બૉબી દેઓલ, જેકલીન ફર્નાન્ડિસ, અનિલ કપૂર, સાકિબ સલીમ અને ડેઝી શાહે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

3 - લિસ્ટમાં પદ્માવત ત્રીજા સ્થાને છે. સંજય લીલા ભણસાલીની આ મેગ્નમ ઓપસે રૂપિયા 114 કરોડનું કલેક્શન કર્યું, જેમાં રૂપિયા 19 કરોડ પેડ પ્રીવ્યુઝ પણ જોડાયેલ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે ચિતૌડની રાણી પદ્માવતી, શાહિદ કપૂરે રાજા મહારાવલ રતન સિંહ અને રણવીર સિંહે દિલ્હી સલ્તનતના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું હતું. પદ્માવત 2018ની પહેલી રૂપિયા 300 કરોડની ફિલ્મ પણ છે. જો કે બજેટ વધુ હોવાને કારણે આ ફિલ્મને વધુ નફામાં નથી માનવામાં આવી.

2 - બીજા સ્થાને આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ઠગ્સ ઑફ હિંદોસ્તાન છે, જેણે 4 દિવસના લાંબા ઓપનિંગ વીકેન્ડમાં રૂપિયા 119 કરોડનું કલેક્શન કર્યું હતું. વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખે ફીમેલ લીડ રોલ્સ ભજવ્યા છે.

 

આ પણ વાંચો : દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું નિધન


સંજૂ

 1 - રૂપિયા 120.06 કરોડની સાથે TOP 10 Opening Weekend Collectionsની લિસ્ટમાં ટૉપ પર છે સંજૂ. રાજકુમાર હિરાની નિર્દેશિત સંજય દત્તની આ બાયોપિકમાં રણબીર કપૂર, પરેશ રાવલ, સોનમ કપૂર, વિક્કી કૌશલ અને મનીષા કોઈરાલાએ મુખ્ય પાત્રો ભજવ્યા છે.

Zero akshay kumar ranveer singh amitabh bachchan ajay devgn bollywood box office