‘કિસીકા ભાઈ કિસીકી જાન’નું ટીઝર ‘પઠાન’ સાથે દેખાશે

21 January, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ઈદ દરમ્યાન ૨૧ એપ્રિલે રિલીઝ થવાની છે

સલમાન ખાન

પચીસ જાન્યુઆરીએ રિલીઝ થનાર ‘પઠાન’ની સાથે સલમાન ખાનની ‘કિસીકા ભાઈ કિસીકી જાન’નું ટીઝર જોડવામાં આવશે. ‘પઠાન’ સાથે ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ અને ‘સેલ્ફી’નું ટ્રેલર પણ દેખાડવામાં આવશે. ‘કિસીકા ભાઈ કિસીકી જાન’નું ટીઝર ૧ મિનિટ ૪૫ સેકન્ડનું છે. ટીઝર જોયા બાદ સલમાનના ફૅન્સને ફિલ્મના ટ્રેલરની આતુરતા હશે એ તો નક્કી છે. આ ફિલ્મ ઈદ દરમ્યાન ૨૧ એપ્રિલે રિલીઝ થવાની છે. ૨૦૧૯માં સલમાનની ‘ભારત’ રિલીઝ થઈ હતી. ત્યાર બાદથી તેની કોઈ ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ નથી થઈ. હવે તેના ફૅન્સને ઈદમાં ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ જોવા મળે એવી રાહ છે. જો ‘પઠાન’ સાથે ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’, ‘સેલ્ફી’નું ટ્રેલર અને ‘કિસીકા ભાઈ કિસીકી જાન’નું ટીઝર દેખાશે તો પહેલી વખત એવું થશે કે કોઈ એક ફિલ્મ સાથે ત્રણ ફિલ્મોનાં ટ્રેલર અને ટીઝર દેખાશે. 

entertainment news bollywood news pathaan