ફરી જમાવશે જોડી

24 November, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં દેખાશે રાજકુમાર રાવ અને જાહનવી કપૂર

ફરી જમાવશે જોડી

કરણ જોહરના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને જાહનવી કપૂર ફરી સાથે કામ કરતાં જોવા મળશે. તેમણે અગાઉ ૨૦૨૧માં આવેલી હૉરર કૉમેડી ‘રૂહી’માં સાથે કામ કર્યું હતું. તેઓ હવે કરણની ફિલ્મમાં ફરી તેમની જોડીનો જાદુ ચલાવતાં જોવા મળશે. આ એક ક્રિકેટ ડ્રામા છે જે ૨૦૨૨ની ૭ ઑક્ટોબરે રિલીઝ થશે. રાજકુમાર રાવ આ ફિલ્મમાં મહેન્દ્રનું અને જાહનવી મહિમાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ પહેલાં કાર્તિક આર્યનને પસંદ થઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે એવી ચર્ચા છે કે જાહનવી સાથે કાર્તિકની દોસ્તીમાં દરાર પડ્યા બાદ તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કાર્તિકને ‘દોસ્તાના’ની રીમેકમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો.

bollywood news bollywood bollywood gossips entertainment news janhvi kapoor rajkummar rao