એ જ કપડાં અને એક જ રૂમમાં શૂટિંગ કરવાનો અનુભવ અનોખો રહ્યો કાર્તિક માટે

22 November, 2021 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં કપડાં અને લોકેશન બદલનારી અનેક ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મ એક જ સેટ-અપ પર શૂટ કરવામાં આવી છે. મારું પાત્ર અર્જુન એક જ ખુરશી પર બેઠો છે, પરંતુ સ્ટોરી તમને ખુરશી સાથે જકડી રાખશે. ફિલ્મની આ જ સુંદરતા છે.’

એ જ કપડાં અને એક જ રૂમમાં શૂટિંગ કરવાનો અનુભવ અનોખો રહ્યો કાર્તિક માટે

‘ધમાકા’ માટે એક જ જોડી કપડાં અને એક જ રૂમમાં શૂટિંગ કરવાનો અનુભવ કાર્તિક આર્યન માટે અનોખો રહ્યો છે. આ ફિલ્મ ૧૯ નવેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કાર્તિક પત્રકાર બન્યો છે. કાર્તિકને પૂછવામાં આવ્યું હતું કે એક જ રૂમ અને એ જ કપડાંમાં શૂટિંગ કરવાનો કેવો અનુભવ રહ્યો હતો? એ વિશે જવાબ આપતાં કાર્તિકે કહ્યું હતું કે ‘મેં પૂછ્યું હતું કે સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ કરી શકીએ છીએ? ત્યાં જ શૂટિંગ રાખીએ અને સ્ટુડિયો ત્યાં જ બનાવીએ. મેં કપડાં અને લોકેશન બદલનારી અનેક ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મ એક જ સેટ-અપ પર શૂટ કરવામાં આવી છે. મારું પાત્ર અર્જુન એક જ ખુરશી પર બેઠો છે, પરંતુ સ્ટોરી તમને ખુરશી સાથે જકડી રાખશે. ફિલ્મની આ જ સુંદરતા છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news kartik aaryan