તૈમૂરને મળી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાની ઑફર, આ છે ફિલ્મ !

26 April, 2019 06:16 PM IST  | 

તૈમૂરને મળી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાની ઑફર, આ છે ફિલ્મ !

તૈમૂર અલી ખાન (ફાઇલ ફોટો)

કરીના-સૈફના દીકરા તૈમૂર અલી ખાન ફોટોગ્રાફર્સના તો પહેલેથી જ ફેવરિટ છે. હવે ડાયરેક્ટર્સના પણ પ્રિય બનતા જાય છે. અત્યારથી જ એક ડાયરેક્ટરે પોતાની ફિલ્મમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે.

પૉપ્યુલેરિટીની બાબતે સૈફ-કરીનાનો દીકરો તૈમૂર અલી ખાન પોતાના પેરેન્ટ્સને જ નહીં પણ બોલીવુડના મોટા મોટા સિતારાઓને ટક્કર આપવાનો છે. નાની ઊંમરમાં તૈમૂરને જબરજસ્ત મીડિયા અટેન્શન મળી રહ્યું છે અને તે એ બાબતે ચર્ચામાં પણ રહે છે. હવે વાત એવી છે કે ડાયરેક્ટર્સ અત્યારથી જ તેને ભવિષ્યમાં પોતાની ફિલ્મમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ તૈમૂર ફિલ્મ 'ગુડ ન્યુઝ'થી બોલીવુડમાં ડેબ્યૂ કરવાનો છે એવી ચર્ચા થઇ રહી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર પણ છે. હવે લેટેસ્ટ સમાચાર એવા છે કે હીરો તરીકે તૈમૂરને પહેલી ફિલ્મની ઑફર પણ મળી ગઇ છે જેનો શ્રેય ફિલ્મના ડાયરેક્ટર પુનીત મલ્હોત્રાને જાય છે.

આ પણ વાંચો : સૈફ : તૈમૂર સ્ટાર છે, મને પાપારાઝીથી કોઇ તકલીફ નથી

રિપોર્ટ્સ પ્રમાણે એક મીડિયા ઇન્ટરેક્શન દરમિયાન તેમણે કહ્યું હતું તે જો હું SOTY એટલે કે સ્ટુડન્ટ ઑફ ધ યરની ક્યારેય 10મી ઇન્સ્ટોલમેન્ટ બનાવીશ તો તૈમૂર તેનો હીરો હશે.

taimur ali khan saif ali khan punit malhotra kareena kapoor student of the year bollywood bollywood news bollywood events