આવી હતી તૈમૂરની બર્થડે પાર્ટી, જુઓ કોણ કોણ પહોંચ્યું પાર્ટીમાં...

20 December, 2019 12:07 PM IST  |  Mumbai Desk

આવી હતી તૈમૂરની બર્થડે પાર્ટી, જુઓ કોણ કોણ પહોંચ્યું પાર્ટીમાં...

બોલીવુડના સેલિબ્રિટી કિડ તૈમૂર અલી ખાન ત્રણ વર્ષનો થઈ ગયો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો પોતાની તસવીરોને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે અને મીડિયામાં સેલિબ્રિટી કરતાં ક્યાંય ઓછો નથી. તૈમૂર ત્રણ વર્ષનો થયો હોવાથી ખાન ફેમિલીએ એક પાર્ટીનું આયોજન કર્યું, જેમાં બોલીવુડ સિતારાઓ પણ સામેલ થયા.

તૈમૂરના જન્મ દિવસે કેટલાય ફોટોગ્રાફર્સ પણ સામેલ થયા, પણ છતાંય ફોટોગ્રાફર્સનું ફોકસ તૈમૂર પર રહ્યું જ. હંમેશાંની જેમ બર્થડે પાર્ટીમાં તૈમૂર પોતાના ક્યૂટ અંદાજથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરતો જોવા મળ્યો. તૈમૂરની બર્થડે પાર્ટીમાં રિતેશ દેશમુખ, કરણ જોહર, સોહા અલી ખાન, કુણાલ ખેમૂ, કરિશ્મા કપૂર, જેનિલિયા ડીસૂઝા, જેવા ઘણાં સ્ટાર્સ જોવા મળ્યા.

તૈમૂર બ્લેક ટીશર્ટ અને વાઇટ જીન્સમાં જોવા મળ્યો અને કરીના કપૂર બ્લૂ ડ્રેસમાં જોવા મળી જ્યારે સૈફ અલી ખાન સિંપલ ટીશર્ટ-જીન્સમાં પાર્ટી એન્જૉય કરતો જોવા મળ્યો. દરમિયાન સેલેબ્સ પણ પોતાના બાળકો સાથે આવ્યા હતા. તેમની સાથે તૈમૂરે ઘણી મસ્તી કરી અને રમતો જોવા મળ્યો. દરમિયાન ફોટોગ્રાફર્સે તૈમૂરની ઘણી બધી તસવીરો ક્લિક કરી.

આ પણ વાંચો : બર્થ-ડે, આ 10 ફોટોઝ દર્શાવે છે તૈમૂર છે બોલિવુડ સ્ટાર કિડ

જણાવીએ કે તૈમૂર ઘણીવાર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયમાં પણ ખૂબ જ શૅર કરવામાં આવતી હોય છે. તેની ક્યૂટ તસવીરોને કારણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાય ફેનપેજ પણ છે, જે ફક્ત તૈમૂરની તસવીરો શૅર કરે છે. સાથે જ તૈમૂરની તસવીરોને કારણે તેના લાખો ફૉલોવર્સ પણ છે. આવો જોઇએ આખરે પાર્ટી કેવી હતી અને કયા કયા સ્ટાર્સ તેમાં હાજર રહ્યા હતા.

 

taimur ali khan kareena kapoor saif ali khan bollywood bollywood news bollywood gossips