ફિલ્મ માટે લોકેશન શોધવા નીકળી તાહિરા કશ્યપ

21 July, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં ચંડીગઢમાં છે

તાહિરા કશ્યપ

તાહિરા કશ્યપ તેની આગામી ફિલ્મ માટે લોકેશન શોધવા માટે તેની ટીમ સાથે નીકળી છે. તે હાલમાં ચંડીગઢમાં છે. તેણે ઘણી શૉર્ટ ફિલ્મ બનાવી છે. નેટફ્લિક્સની ‘ફીલ્સ લાઇક ઇશ્ક’માં તેણે એક સ્ટોરી ‘ક્વૉરન્ટીન ક્રશ’ને ડિરેક્ટ કરી છે. તેના આગામી પ્રોજેક્ટના લોકેશન માટેના ફોટો શૅર કરીને તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘મારી અદ્ભુત, ટૅલન્ટેડ અને લવેબલ ટીમ સાથે લોકેશન શોધવા માટે નીકળ્યાં છીએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips tahira kashyap