ગુનીત મોંગા સાથેના કોલૅબરેશન્સની બર્થ-ડે નિમિત્તે જાહેરાત કરી તાહિરાએ

22 January, 2023 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાહિરાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને એ નિમિત્તે તેણે આ ભાગીદારીની જાહેરાત કરી છે

ગુનીત મોંગા સાથેના કોલૅબરેશન્સની બર્થ-ડે નિમિત્તે જાહેરાત કરી તાહિરાએ

તાહિરા કશ્યપ ખુરાનાએ પ્રોડ્યુસર ગુનીત મોંગા સાથેના કોલૅબરેશન્સની જાહેરાત કરી છે.

તાહિરાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને એ નિમિત્તે તેણે આ ભાગીદારીની જાહેરાત કરી છે. એનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. અગાઉ આ બન્નેએ શૉર્ટ ફિલ્મ ‘પિન્ની’માં કામ કર્યું હતું.

આ નવી ભાગીદારીને લઈને તાહિરાએ કહ્યું કે ‘ગુનીત એક અદ્ભુત કોલૅબરેટર છે. સ્પેશ્યલ સ્ટોરીઝને તે જોવા માટે અને સાંભળી શકાય એવી સુંદર રીતે બનાવે છે. તેના માટે મને ખૂબ માન છે. તે ડિરેક્ટરના વિઝન પર ભરોસો કરે છે અને સ્ટોરીને કહેવાની આઝાદી આપે છે. અમારી શૉર્ટ ફિલ્મમાં તેની સાથે કામ કરવાનો અનુભવ સુંદર રહ્યો હતો અને મને લાગે છે કે અમે બન્ને ભવિષ્યમાં પણ સાથે કામ કરીશું. અમારી એનર્જી એકબીજા સાથે ખૂબ તાલમેલ રાખે છે. મને એ વાતની ખુશી છે કે અમારું વિઝન હવે વાસ્તવિક બનવા જઈ રહ્યું છે.

અમને બન્નેને જેના પર ભરોસો છે એને અમે ફિલ્મના માધ્યમથી દેખાડવાના છીએ.’

entertainment news bollywood news tahira kashyap