બદલાવ લાવવો હોય તો #MeToo કૅમ્પેન ચાલુ રાખવું ખૂબ જરૂરી છે :તાપસી પન્નુ

05 June, 2019 10:52 AM IST  | 

બદલાવ લાવવો હોય તો #MeToo કૅમ્પેન ચાલુ રાખવું ખૂબ જરૂરી છે :તાપસી પન્નુ

#MeToo કૅમ્પેન ચાલુ રાખવું ખૂબ જરૂરી છે :તાપસી પન્નુ

 તાપસી પન્નુનું કહેવું છે કે આપણે #MeToo કૅમ્પેનને હજી ચલાવવું જોઈએ. તેનું કહેવું છે કે કામના સ્થળે અથવા તો કોઈ પણ સ્થળે મહિલાઓને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ કરવામાં આવે તો એ વિશે અવાજ ઉઠાવવો જોઈએ. આલોકનાથ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે એમ છતાં તેઓ ‘દે દે પ્યાર દે’માં જોવા મળ્યા હતા. વિકાસ બહલનું નામ પણ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટમાં આવ્યું હતું અને તેને ક્લીન ચિટ મળી ગઈ છે. તેને ‘સુપર ૩૦’ના પોસ્ટરમાં ડિરેક્ટર તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી છે.

આ વિશે પૂછતાં તાપસીએ કહ્યું હતું કે ‘જો વ્યક્તિ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હોય અને તેને સજા ન મળે તો આ કૅમ્પેન અને જે મહિલા જાહેરમાં તેની સાથે થયેલી ઘટનાની વાત કરી રહી છે તે ભાંગી પડશે. જોકે એનાથી કોઈ પણ મહિલાએ અવાજ ઉઠાવવાનું બંધ ન કરવું જોઈએ, કારણ કે મહિલાઓ વર્ષોથી ચૂપ રહી છે. આપણે બધાએ જોયું છે કે જ્યારથી #MeToo કૅમ્પેન શરૂ થયું છે ત્યારથી કેટલો બદલાવ આવ્યો છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાન સ્ટારર Dhoom 4ની તૈયારીઓ શરૂ ?

એક રાતમાં કંઈ બદલાઈ નથી જતું અને આપણે કંઈ પણ ખોટું સહન ન કરી લેવું જોઈએ. અડચણો તો આવતી રહેશે, પરંતુ આપણે હાર ન માનવી જોઈએ. આ પરિવર્તનનો સમય છે એથી મુશ્કેલી રહેશે. આપણે આ કૅમ્પેનને ચાલુ ન રાખ્યું તો ભવિષ્યમાં કોઈ બદલાવ નહીં લાવી શકીએ.’ 

bollywood news bollywood gossips gujarati mid-day taapsee pannu