શાહરૂખ ખાન સ્ટારર Dhoom 4ની તૈયારીઓ શરૂ ?

Published: 3rd June, 2019 20:30 IST | મુંબઈ

જો બોલીવુડના ટ્રેડ સોર્સની વાત માનીએ તો ધૂમ 4ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મના મેકર્સ શાહરુખ ખાનને ધૂમની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનાવવા ઈચ્છી રહ્યા છે.

ફિલ્મ ડોન 2નું એક દ્રશ્ય
ફિલ્મ ડોન 2નું એક દ્રશ્ય

જો બોલીવુડના ટ્રેડ સોર્સની વાત માનીએ તો ધૂમ 4ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ફિલ્મના મેકર્સ શાહરુખ ખાનને ધૂમની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનાવવા ઈચ્છી રહ્યા છે. શાહરુખ ખાન 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ એક પણ ફિલ્મ નથી કરી રહ્યા. ધૂમનો પહેલો ભાગ 2004માં રિલીઝ થયો હતો, જેમાં જ્હોન અબ્રાહલમ લીડ રોલમાં હતો. તો ફિલ્મની સિક્વલમાં હ્રિતિક રોશનને કાસ્ટ કરાયા હતા. જ્યારે 2013માં આવેલી ધૂમ 3માં આમીર ખાને ગ્રે શેડનો રોલ કર્યો હતો.

ઝીરોની નિષ્ફળતા બાદ શાહરૂખ ખાન બ્રેક લઈ રહ્યો છે. કેટલાક સમય બાદ હવે શાહરૂખ ખાન ફરીથી નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે તૈયાર છે. ત્યારે લાગી રહ્યું છે કે શાહરુખ ખાન ફરી એકવાર એક્સન સાથે સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરી શકે છે.

હાલ શાહરુખ ખાને પોતાના નવા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરુખ ખાનનો નવો પ્રોજેક્ટ TED Talks છે. ટેડ ટોક્સ્ ઈન્ડિયાઃ નઈ સોચની પહેલી સિઝન ભારતમાં પ્રસારિત થઈ ચૂકી છે. જેમાં જુદા જુદા ક્ષેત્રમાં સફળ થયેલા લોકો આવે છે, અને પોતાની સ્ટ્ર્ગલની વાત કરે છે.

TED Talksની બીજી સીઝન 2019ના મધ્યમાં ઓન એર થઈ શકે છે. ધ હન્ડ્રેડ ફૂટ જર્નીના પ્રોડ્યુસર જુલિય બ્લેક જેઓ TED Talksના હેડ ઓફ ટેલિવિઝન છે, તેઓ હાલ ભારતમાં છે, અને સ્પીકર્સ સાથે તેમજ નવી સિઝનની થીમ વિશે ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ જયા બચ્ચન સાથે લગ્ન કર્યા વગર જ લંડન જવું હતું અમિતાભ બચ્ચનને

શાહરુખ ખાનના અન્ય પ્રોડેક્ટ્સની વાત કરીએ તો શહારુખ ખાન નેટફ્લિક્સ સાથે વેબ સિરીઝ પર પણ કામ કરી રહ્યો છે. ઈમરાન હાશ્મી સ્ટારર બાર્ડ ઓફ બ્લડ અને બોબી દેઓલ સ્ટારર ક્લાસ ઓફ 83 બાદ શહારુક ખાન નેટફ્લિક્સ માટે વધુ એક વેબસિરીઝ પર કામ કરી રહ્યો છે. શાહરુખ ખાનનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એવા થ્રિલર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જે હાલની રાજકીય સ્થિતિ પર આધારિત હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK