સુશાંતે થાઈલેન્ડની ટ્રીપમાં રૂ.70 લાખ ખર્ચ કર્યો હતો: રિયા ચક્રવર્તી

27 August, 2020 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતે થાઈલેન્ડની ટ્રીપમાં રૂ.70 લાખ ખર્ચ કર્યો હતો: રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસમાં દરરોજ એક નવી બાબત સામે આવી રહી છે. હવે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ એક ચેનલને આપેલા ઈન્ટવ્યૂમાં નવી બાબતો ઉપર પ્રકાશ નાખ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું કે, તેની ભૂલ એ હતી કે તે સુશાંતને પ્રેમ કરતી હતી. સાથે જ થાઈલેન્ડની ટ્રીપમાં અભિનેતાએ કરેલા ખર્ચનો પણ ખુલાસો કર્યો હતો.

રિયા ચક્રવર્તીનો બે કલાકનો આ ઈન્ટરવ્યૂ આજે રાત્રે આજ તક પર સાંજે સાત વાગે અને ઈન્ડિયા ટુડે ટેલીવીઝન પર રાત્રે વાગે ટેલીકાસ્ટ થશે. પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વીટ કર્યું કે, રિયા ચક્રવર્તીએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે તેની ભૂલ એ હતી કે તે સુશાંતને પ્રેમ કરતી હતી. કોઈ પણ તપાસ એજન્સીને મને પ્રશ્ન પૂછવા દો.

રિયા અને તેના ભાઈ શોવિક ઉપર આક્ષેપ છે કે, બંનેએ સુશાંતના પૈસા ખાધા છે. આ સામે રિયાએ કહ્યું કે, રાજપૂતને લેવિશ લાઈફ ગમતી હતી. તેના છ પુરુષ મિત્રો સાથે તે થાઈલેન્ડ ફરવા ગયો હતો. ત્યાં પ્રાઈવેટ જેટ પણ બુક કર્યું હતું. આ ટ્રીપમાં તેણે રૂ.70 લાખ ખર્ચ્યા હતા. તેને સ્ટારની જેમ જીવવાનું ગમતું હતું. અમે એક કપલ તરીકે સાથે રહેતા હતા પણ તેના પૈસા માટે થઈને હું તેની સાથે નહોતી રહેતી.

આ પણ વાંચો: SSR કેસ: નારકોટિક્સ બ્યૂરોએ ડ્રગ કનેક્શનમાં રિયા સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો

રિયાની સુશાંત સાથેની વર્ષ 2019ની યુરોપ ટ્રીપ રડારમાં આવી છે. કારણ કે, આ ટ્રીપમાં બધો ખર્ચ સુશાંતે ઉપાડ્યો હતો. રિયાનો ભાઈ પણ આ ટ્રીપમાં સાથે હતો. જોકે રિયાએ સ્પષ્ટતા કરી કે, આ ટ્રીપનું પહેલાથી પ્લાનિંગ કર્યું નહોતું. તેણે કહ્યું કે, મારે પેરીસમાં એક ફેશન શૂટ હતો. કંપનીએ મને ટિકીટ્સ મોકલી હતી. જોકે સુશાંતને થયું કે, સાથે સાથે યુરોપની ટ્રીપ પણ કરી લઈએ. આથી સુશાંતે કંપનીની ટિકીટ્સ કેન્સલ કરી હતી. મારી પાસે તે ટિકીટ્સ હજી પણ છે. સુશાંતે ફર્સ્ટ ક્લાસની ટિકીટ બુક કરી, તેમ જ ટ્રીપનો બધો ખર્ચ તેણે ઉપાડ્યો હતો. આમાં તેને કોઈ વાંધો નહોતો. મને ચિંતા હતી કે તે કેટલો ખર્ચો કરશે. આ મોંઘી ટ્રીપ હતી, પણ સુશાંત આવો જ હતો. હુ આમાં શુ સવાલ કરું?

સ્વિટ્ઝરલૅન્ડની ગોટહીક હૉટેલની ઘટના બાબતે રિયાએ કહ્યું કે, સ્વિટ્ઝરલૅન્ડમાં તે ખુશ હતો. એર્નેજેટીક હતો. ઈટલીમાં પહોચ્યા બાદ અમે ગોટહીક હૉટેલમાં રહ્યા, જેની બુકિંગ વખતે અમને જાણ નહોતી. ત્યાંના રૂમનું સ્ટ્રકચર ડોમ જેવુ હતુ જે મને ગમ્યું નહોતું. મે સુશાંતને કહ્યું કે આપણે હૉટેલ બદલવી જોઈએ પણ તેણે આ જ હૉટેલમાં રહેવાની જીદ કરી. તેણે કહ્યું કે, આ હૉટેલમાં કંઈક છે. મે તેને કહ્યું કે, આ ખરાબ સપના જેવુ છે કારણ કે મારું માનવું છે કે અમૂક સ્થળે આપણને અમૂક વિચારો આવતા હોય છે. પરંતુ સુશાંતે મને તે જ હૉટેલમાં રહેવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: SSR કેસ: 48 - 72 કલાકમાં સીબીઆઈ અરેસ્ટનો દોર શરૂ કરે એવી શક્યતા

ત્યારબાદ તેની તબિયત બગડી અને તેને એન્ઝાઈટીના એટેક આવવા લાગ્યા હતા. મે તેને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? તો તેણે કહ્યું કે, તે 2013માં ડિપ્રેસિવ હોવાથી હર્ષ શેટ્ટી નામના મનોચિકિત્સક/સાયકોથેરાપિસ્ટને મળ્યો હતો. આ ડૉક્ટરે મોડાફીનીલ લેવાની સલાહ આપી હતી. જે તેણે ફ્લાઈટમાં લીધી હતી. આ દવા લીધા બાદ તે સારો હતો. પરંતુ થોડાંક સમય બાદ ફરી ડિપ્રેસ અને બેચેન રહેતા અમે ટ્રીપ અધૂરી મૂકીને પાછા આવ્યા હતા.

ચક્રવર્તીનો દાવો છે કે, સુશાંતના કહેવા પર તેણે ભાઈને સાથે લીધો હતો. સ્ટાર્ટ-અપ આર્ટિફિશિયલ ઈન્ટલીજન્સ કંપની RhealityXમાં રાજપૂત એકલો જ ડાયરેક્ટર હતો તેવી ટીકા સામે પણ તેણે વળતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, શોવિક અને સુશાંત વચ્ચે સારુ બોન્ડિંગ હતું. હું મજાકમાં એવુ પણ કહેતી કે શોવિક મારી સોતન છે. RhealityXમાં હું, સુશાંત અને શોવિક પાર્ટનર હતા. કંપનીનું નામ મારા ઉપર રાખવાનો આઈડિયા પણ સુશાંતનો હતો. કંપનીના પાર્ટનર બનવા માટે રૂ.33,000 ચૂકવવાના હતા. શોવિક પાસે જોબ ન હોવાથી તેના પૈસા મે ચૂકવ્યા હતા. શોવિક કૅટની પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. સુશાંતને જ યુરોપ ટ્રીપમાં શોવિકને સાથે રાખવો હતો.

આ પણ વાંચો: SSR કેસ: 'મિસ્ટ્રી ગર્લ' અભિનેતાની PR હોવાનો શિબાની દાંડેકરનો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ થઈ રહેલાં નવા ખુલાસા અને આક્ષેપો ખરેખર ચિંતાજનક છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty