SSR કેસ: રિયા ચક્રવર્તી ડ્રગ્સ નહોતી લેતી, વકીલે કર્યો ખુલાસો

26 August, 2020 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSR કેસ: રિયા ચક્રવર્તી ડ્રગ્સ નહોતી લેતી, વકીલે કર્યો ખુલાસો

તપાસ દરમિયાન રિયા ચક્રવર્તી ભાઈ શોવિક ચક્રવર્તી સાથે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. આ કેસની તપાસનો આજે છઠ્ઠો દિવસ ચે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. તેના ચેટ પરથી તે ડ્રગ્સ અને ગાંજો લેતી હોય તેવો ખુલાસો થયો છે. આ દરમિયાન રિયાના વકીલનું કહેવું છે કે, તે ડ્રગ્સ નહોતી લેતી અને તે પુરવાર કરવા માટે કોઈપણ ટેસ્ટ કરાવવા અભિનેત્રી તૈયાર છે.

સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ શરૂ થતાં જ રિયા ચક્રવર્તીએ ચેટ ડિલીટ કરી હોવાનો ખુલાસો થયો છે. સુશાંત સિંહ રાજપૂત પણ ડ્રગ્સ લેતો હતો કે નહીં તેની તપાસ થશે. 19 જાન્યુઆરી 2020ના રોજ રિયાના ચેટથી ખુલાસો થયો છે. જો કે, રિયાના વકીલનું કહેવું છે કે રિયા ડ્રગ્સ નહોતી લેતી. આ પુરવાર કરવા જો જરૂર પડશે તો રિયા બ્લ્ડ ટેસ્ટ કરાવા પણ તૈયાર છે. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિયા સુશાંત સિંહની ડ્રગ્સની લત છોડાવવા માગતી હતી. પણ તેના ચેટ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. ત્યારે અનેક લોકોને સવાલ થઈ રહ્યા છે કે શું સુશાંતને રિયા ડ્રગ્સ આપતી હતી?

આ પણ વાંચો: SSR કેસ: 48 - 72 કલાકમાં સીબીઆઈ અરેસ્ટનો દોર શરૂ કરે એવી શક્યતા

ડ્રગ્સ અંગેની રિયાની ચેટ વિશે વાત કરીએ તો... પહેલી ચેટ રિયા અને ગોરવ આર્યાની વચ્ચે છે. ગૌરવ એ જ વ્યક્તિ છે જેને ડ્રગ્સ ડિલર કહેવામાં આવી રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે ,જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધારે ડ્રગ્સનો ઉપયોગ નથી કર્યો. આ મેસેજ રિયાએ 2017માં આઠમાં મહિનામાં ગૌરવને મોકલ્યો હતો. બીજી ચેટ પન રિયા અને ચૌરવ વચ્ચેની જ છે. જેમાં રિયાએ ગૌરવને પુછ્યું કે તારા પાસે એમડી છે? અહીં એમડીનો મતલબ એમડીએમએથી છે. જે ઘણું ,સ્ટ્રોંગ ડ્રગ્સ છે. ત્રીજી ચેટ રિયા અને જીયા સાહા વચ્ચેની છે. જે 25 નવેમ્બર 2019ની છે. જેમાં રિયાને જીયા કહે છે કે મે તેને શ્રુતિ સાથે કૉઓર્ડિનેટ કરવાનું કહી દીધું છે. રિયા કહે છે થેંક્સ. એ બાદ જીયા કહે છે નો પ્રોબ્લેમ બ્રો આશા છે કે આ મદદરુપ સાબિત થશે. ચોથી ચેટમાં રિયા જીયાને કહે છે કે ચા, કોફી કે પાણીમાં 4 બુંદ નાખ અને તેને પીવડાવી દે. અસર જોવા માટે 30થી 40 મિનિટ રોકા. બન્ને વચ્ચે 25 નવેમ્બર 2019ના રોજ વાત થઈ હતી. ત્યારબાદ પાંચમી ચેટ મિરાંડા અને રિયા વચ્ચે ફરી વાત થઈ છે. ચેટમાં મિરાંડા કહે છે કે હાય રિયા, સ્ટાફ લગભગ ખતમ થઈ ચૂક્યો છે. આ ચેટ એપ્રિલ 2020ની છે. છઠ્ઠી ચેટમાં એપ્રિલમાં જ એકવાર ફરી ચેટમાં મિરાંડા રિયાને પૂછે છે કે, શું આપણે આ શોવિકના મિત્ર સાથે લઈ શકીએ છીએ? પરંતુ તેની પાસે ફક્ત hash અને bud છે. આને લોઅર ડ્ર્ગ્સ માનવામાં આવે છે. ઉલ્લેખનીય  છે કે આ કેસની તપાસ શરુ થતા આ તમામ ચેટ રિયાએ ડિલીટ કરી દીધી હતી. જોકે એફએસએલથી તપાસ અધિકારીઓએ ચેટ પાછી રિકવર કરી છે.

રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી ચેટ સામે આવ્યા પછી પાંચમી તપાસ એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) પણ આ કેસમાં તપાસમાં જોડાઈ છે. NCBના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ઝડપથી આ કેસમાં તપાસ શરૂ કરવાની વાત કહી છે. EDએ રિયાના વોટ્સએપમાંથી ડિલીટ કરેલી ચેટ CBIની સાથે સાથે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ને પણ સોંપી છે. આ ચેટ રેકોર્ડને રિયાના મોબાઈલ ફોનથી રિકવર કરવામાં આવ્યો હતો. EDએ તેને 10 ઓગસ્ટે જપ્ત કર્યો હતો. જેમાં રિયાની તરફથી ડ્રગ્સની વાત કરવાનો ઉલ્લેખ છે.

પરંતુ રિયાના વકીલ સતીશ માનશિંદેએ ડ્રગ્સની થિયરીને ખોટી ગણાવતા કહ્યું કે, આ કેસમાં રિયા કોઈ પણ તપાસ માટે તૈયાર છે. તેમણે ક્યારે ડ્રગ્સ નથી લીધું. માનવામાં આવી રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં NCBની ટીમ રિયાની પૂછપરછ કરી શકે છે.

આ પણ વાંચો: સુશાંત આત્મહત્યા કેસ: શું સંદીપ સિંહ ભારત છોડવાની તૈયારી કરી રહ્યો છે?

ત્યારે આ બાજુ કેસમાં નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર માનવાધિકાર પંચે કૂપર હોસ્પિટલ અને મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે. રિયા ચક્રવર્તીને મોર્ચુરીમાં જવાની મંજૂરી આપવા અંગે પંચે સવાલ કર્યા છે.હૉસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસને પુછ્યું છે કે, કયા નિયમો હેઠળ રિયાને મંજૂરી આપવામાં આવી હતી?

entertainment news bollywood bollywood news sushant singh rajput rhea chakraborty central bureau of investigation mumbai police anti-narcotics cell