મંત્રીની ચેતવણી બાદ `સારેગામા`નો નિર્યણ, `મધુબન` ગીતના લિરિક્સમાં થશે ફેરફાર

27 December, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એફઆઇઆર નોંધાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હિંદુ દેવી દેવતાઓનું અપમાન સહન નહીં કરવામાં આવે.

સની લિયોની

ગૃહમંત્રી મિશ્રાએ રવિવારે કહ્યું હતું કે સની લિયોની અને સાકિબ તોશી 3 દિવસમાં માફી માગે નહીંતર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એફઆઇઆર નોંધાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હિંદુ દેવી દેવતાઓનું અપમાન સહન નહીં કરવામાં આવે.

બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીના ગીત `મધુબન મેં રાધિકા નાચે` પર વિવાદ વધ્યા પછી હવે મ્યૂઝિક કંપની સારેગામાએ કહ્યું કે તે આ ગીતના લિરિક્સ બદલશે. હકિકતે, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સની લિયોનીને ચેતવણી આપતા માફી માગવા કહ્યું હતું.

ગૃહમંત્રી મિશ્રાએ રવિવારે કહ્યું હતું કે સની લિયોની અને સાકિબ તોશી 3 દિલસમાં માફી માગે નહીં તો કાયદાકીય કાર્યવાહી થશે. એફઆઇઆર નોંધવામાં આવશે. તેમણે કહ્યું કે હિંદૂ દેવી દેવતાઓનો અપમાન સહન નહીં કરવામાં આવે.

હકિકતે, એક વીડિયો એલ્બમમાં એક્ટ્રેસ સની લિયોનની ગીત `મધુબનમાં રાધિકા નાચે` પર મધ્યપ્રદેશમાં વિવાદ ઊભો થયો છે. આ ગીતમાં રાધિકાને નામે આવવાને કારણે સંપૂર્ણ વિવાદ થયો છે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ સની લિયોની અને સાકેત તોશીને ચેતવણી આપતા કહ્યું કે 3 દિવસમાં જો ગીત ખસેડવામાં નહીં આવે તો વિધિ વિશેષજ્ઞોં પાસેથી સલાહ લીધા પછી એફઆઇઆર નોંધાવવામાં આવશે.

હવે મંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી પછી એલબમ બનાવનારી કંપની `સારેગામા`એ કહ્યું કે તે આ ગીતના શબ્દો બદલશે. કંપનીએ કહ્યું કે, "હાલમાં આવેલી પ્રતિક્રિયા પછી ગીતના લિરિક્સ અને ગીતના નામ મધુબનને બદલશે. કંપનીએ કહ્યું છે કે નવું ગીત આગામી ત્રણ દિવસમાં બધા પ્લેટફૉર્મ પર જૂના ગીતના સ્થાને મૂકી દેવામાં આવશે."

bollywood news bollywood bollywood gossips sunny leone entertainment news sa re ga ma pa Mumbai mumbai news