ક્રિપ્ટો કરન્સીમાં ઝંપલાવ્યું સનીએ

03 November, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બી અને રજનીકાન્તની જેમ તેણે પણ આ માર્કેટમાં ઝંપલાવ્યું છે અને એનએફટી લૉન્ચ કરી

ક્રિપ્ટો કરન્સીમાં ઝંપલાવ્યું સનીએ

સની લીઓનીએ ક્રિપ્ટો કરન્સીમાં ઝંપલાવ્યું છે. તેણે એનએફટી એટલે કે નૉન-ફન્જિબલ ટોકનની જાહેરાત કરી છે. અમિતાભ બચ્ચન અને રજનીકાન્ત બાદ તેણે આ માર્કેટપ્લેસમાં એન્ટ્રી કરી છે. ઇથેરિયમ બ્લૉકચેનનો ઉપયોગ કરીને આ એનએફટી બનાવવામાં આવે છે. ઇન્ટરનૅશનલ સેલિબ્રિટીઝ જેવી કે એલન ડીજેનરસ, પૅરિસ હિલ્ટન અને લિન્ડ્સે લોહાન જેવી ઘણી સેલિબ્રિટીએ ક્રિપ્ટોકરન્સીમાં ઝંપલાવ્યું છે. સનીએ ટ્વીટ કર્યું હતું કે ‘મિસ્ફ્ટિ્ઝને મળો. આ મિસ્ફ્ટિ્ઝ હની છે. તેને પિન્ક કલર ખૂબ જ ગમે છે. ટૅટૂઝવાળા બૉયઝ પણ ખૂબ જ ગમે છે અને ત્યાર બાદ તે લંચ માટે તેમનું ભોજન કરે છે. દુનિયા શેની રાહ જોઈ રહી છે? સની લીઓની એનએફટીને જલદી http://Sunnyleonenft.com પર કલેક્ટ કરો.’
તે ઇન્ડિયાની પહેલી હિરોઇન છે જેણે આ માર્કેટમાં ઝંપલાવ્યું છે. આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ એક પ્રાઇવેટ સેલ હતો અને તરત જ સોલ્ડ આઉટ થઈ ગયો હતો. મારા કલેક્શનને લઈને લોકોએ જે ઇન્ટરેસ્ટ અને સપોર્ટ દેખાડ્યો એને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મારું ખરેખર માનવું છે કે દુનિયાનું ભવિષ્ય ક્રિપ્ટો છે. એનએફટીની મદદથી મને મારી આર્ટ્સને લોકો સમક્ષ રજૂ કરવાની તક મળી છે. અમે હવે પબ્લિક સેલને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.’

bollywood news bollywood gossips bollywood entertainment news sunny leone