23 August, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી
ગઈ કાલે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીની ૬૧મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર સુનીલે સોશ્યલ મીડિયા પર પ્રેમભરી પોસ્ટ શૅર કરીને તેને શુભેચ્છા પાઠવી છે. સુનીલે પત્ની માનાને પોતાની તાકાત અને પોતાનું ઘર ગણાવીને તેના માટે ખાસ મેસેજ લખ્યો છે. સુનીલનો આ અંદાજ ફૅન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.
સુનીલે સોશ્યલ મીડિયા પર પત્ની માના સાથેની એક સુંદર તસવીર શૅર કરી છે. આ ફોટોમાં બન્ને કૅમેરા સામે સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે.
તસવીર સાથે સુનીલે પ્રેમભરી કૅપ્શન લખી હતી કે ‘દરેક તબક્કામાં, દરેક ખુશીમાં અને દરેક મુશ્કેલ સમયમાં તું મારી સાથે રહી છે. મારી શાંતિ, મારી તાકાત, મારું ઘર. આજ અને હંમેશાં તારા નામે. તને ખૂબ પ્રેમ કરું છું. તારી સાથે કદમ મિલાવીને ચાલવું સરળ નથી... હૅપી બર્થ-ડે વાઇફી!’
સુનીલ અને માનાનાં લગ્ન ૧૯૯૧માં થયાં હતાં. લગ્ન પહેલાં બન્નેએ એકબીજાને ૯ વર્ષ સુધી ડેટ કર્યાં હતાં. સુનીલે પત્ની માનાને પહેલી વખત એક પેસ્ટ્રી શૉપમાં જોઈ હતી અને તેને જોતાં જ દિલ દઈ બેઠો હતો. જોકે બન્ને અલગ-અલગ ધર્મનાં હોવાથી સુનીલ શેટ્ટીનાં માતા-પિતા આ સંબંધની વિરુદ્ધ હતાં અને પરિવારને મનાવવામાં ૯ વર્ષ લાગી ગયાં હતાં. હાલ માના સફળ બિઝનેસવુમન, ફૅશન-ડિઝાઇનર અને સોશ્યલ વર્કર છે.