21 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાના ખાન
હાલમાં મુંબઈમાં ‘કેસરી ચૅપ્ટર 2’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં શાહરુખની દીકરી સુહાના ખાન પોતાના ગ્લૅમરસ લુકમાં પહોંચી હતી. તેણે બ્લૅક લૉન્ગ વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને એની સાથે મૅચિંગ હીલ્સ પહેરવાનું પસંદ કર્યું હતું. જોકે હવે સોશ્યલ મીડિયા પર સુહાનાના આ લુક કરતાં વધારે ચર્ચા તેણે પહેરેલી બ્રૅન્ડેડ ઘડિયાળની થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે સુહાનાએ સ્ક્રીનિંગમાં જે ઘડિયાળ પહેરી હતી એની કિંમત લગભગ ૧.૪ કરોડ રૂપિયા જેટલી છે.