દક્ષિણ ફિલ્મોના આ અભિનેતાનો શૂટિંગ દરમિયાન બોટ અકસ્માત, જાણો કોણ છે??

17 January, 2023 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલેશિયાના લેંગકાવી આઇલેન્ડમાં `પિચૈક્કરણ 2`નું શૂટિંગ ચાલી રહ્યું છે.

વિજય એન્ટની

દક્ષિણ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને સંગીત નિર્દેશક વિજય એન્ટની (Vijay Antony)હાલમાં તેની 2016ની હિટ તમિલ ફિલ્મ `પિચૈક્કરણ`ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં મલેશિયાના લેંગકાવી આઇલેન્ડમાં `પિચૈક્કરણ 2`નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે વિજય એન્ટની ફિલ્મના એક એક્શન સીન દરમિયાન ઘાયલ થયા છે.

વિજય એન્ટની શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજય દરિયામાં બોટ ચલાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બોટ ચેઝ સિક્વન્સ દરમિયાન એક મોટી બોટ તેની બોટ સાથે અથડાઈ હતી અને અભિનેતા ઘાયલ થયા હતા. અકસ્માત સમયે વિજયની બોટ પર કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં વિજયને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને કુઆલાલંપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેતાના સ્વાસ્થ્ય વિશે ટૂંક સમયમાં અપડેટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:` ભોલા`માંથી તબુનો જોરદાર પોલીસ લૂક વાયરલ, અજયે કહ્યું, `એક ખાકી- સો શૈતાન`

વિજય એન્ટની `પિચૈક્કરણ`માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક અબજોપતિ ઉદ્યોગપતિની વાર્તા છે જે તેની મૃત્યુ પામેલી માતાને બચાવવા માટે પવિત્ર બલિદાન તરીકે 48 દિવસ સુધી ભિખારી તરીકે ગુપ્ત રીતે રહે છે. વિજય માત્ર `પિચૈક્કરણ 2`નું દિગ્દર્શન જ નથી કરી રહ્યા, પરંતુ તે પોતે સાઉન્ડટ્રેક પણ બનાવા રહ્યા છે. ફિલ્મમાં જોન વિજય, હરીશ બેરાડી, વાયજી મહેન્દ્રન, અજય ઘોષ અને યોગી બાબુ પણ જોવા મળશે. આ વર્ષે ફિલ્મ સિનેમાઘરોમાં આવશે.

વિજય એન્ટોની આ પહેલા ફિલ્મ `અગ્નિ સિરકુગલ`માં પણ જોવા મળી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેણે અરુણ વિજય સાથે સ્ક્રીન શેર કરી હતી. મુદર કૂદમ નવીનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

bollywood news entertainment news