ટ્રિપ ઑર્ગેનાઇઝરને તેર લાખની બાઇક ગિફ્ટ કરી અજિતકુમારે

25 May, 2023 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુગતે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને જણાવ્યું છે કે અજિતકુમારે તેને ૧૨.૯૫ લાખની બીએમડબલ્યુ બાઇક ગિફ્ટ કરી છે.

અજિતકુમાર

અજિતકુમારે નેપાલની ટ્રિપ ઑર્ગેનાઇઝ કરનારને ૧૨.૯૫ લાખ રૂપિયાની સુપરબાઇક ગિફ્ટ કરી છે. આ ટ્રિપ ઑર્ગેનાઇઝ કરનારનું નામ સુગત સતપતી છે. તેઓ ૨૦૨૨માં સિક્કિમમાં મળ્યા હતા. ત્યાર બાદ સુગતે તેના માટે બે વાર ટ્રિપ ઑર્ગેનાઇઝ કરી હતી. સુગતે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને જણાવ્યું છે કે અજિતકુમારે તેને ૧૨.૯૫ લાખની બીએમડબલ્યુ બાઇક ગિફ્ટ કરી છે. આ ફોટો શૅર કરીને સુગતે કૅપ્શન આપી હતી કે ‘એવું કહેવાય છે કે કંઈ નિશ્ચિત નથી હોતું. તમારી લાઇફમાં ભૂતકાળમાં જે થયું હોય એ આગળ જતાં એક નવી શરૂઆત બની શકે છે. હું ૨૦૨૨માં રાઇડ સિક્કિમમાં જોડાયો હતો. મારી મૉનોટોનસ લાઇફમાંથી હું બહાર નીકળવા માગતો હતો. મારો આત્મા પણ એની જ રાહ જોઈ રહ્યો હતો એની મને જાણ હતી. નવું એન્વાયર્નમેન્ટ, ખૂબ જ સારા લોકો. ઘણા લાંબા સમય બાદ લાઇફમાં મીનિંગ હોય એવું લાગ્યું હતું. એ વર્ષના અંતમાં મારું નસીબ ખૂબ જ સારું હતું કે મને મિસ્ટર અજિતકુમારને મળવાનો ચાન્સ મળ્યો. તેઓ તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારમાંના એક છે. તેઓ એક એવિડ બાઇકર છે જેમને ઍડ્વેન્ચર ખૂબ જ પસંદ છે. ત્યાર બાદ મેં તેમના માટે એક નૉર્થ-ઈસ્ટ ટૂર ઑર્ગેનાઇઝ કરી હતી. એ સમયે હું મારી વર્ષોજૂની પરંતુ વિશ્વાસપાત્ર ડ્યુક ૩૯૦ ડ્રાઇવ કરતો હતો. એ ટ્રિપ બાદ તેમણે મને પ્રૉમિસ કર્યું હતું કે તેઓ નેપાલ અને ભૂતાનની ટ્રિપ મારી સાથે કરશે. અમે એ ટ્રીપ છ મેએ પૂરી કરી હતી. આ રાઇડ દરમ્યાન અમે ઘણી મેમરીઝ બનાવી હતી. આ એફ૮૫૦જીએસ મારા માટે એક બાઇક કરતાં ખૂબ જ વધુ છે. મને આ બાઇક અજિતકુમારે ગિફ્ટ કરી છે. તેમણે મને ખૂબ જ પ્રેમથી આપી છે. તેઓ મને આ બાઇક ગિફ્ટ કરવા માગતા હતા જેથી હું દુનિયાને એક્સપ્લોર કરી શકું.’

south india bollywood news bollywood gossips bollywood entertainment news