સોનુ સૂદે ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ અટકાવનાર ચીનની ઝાટકણી કાઢતાં એને જલદી રિલીઝ કરવામાં આવશે

04 May, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વિશે ટ્વિટર પર સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું

સોનુ સૂદ

ચીને ભારત માટે ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સનું મોટું કન્સાઇનમેન્ટ અટકાવ્યું હોવાનું પ્રકાશમાં આવતાં સોનુ સૂદે સોશ્યલ મીડિયામાં એની નિંદા કરી છે. સાથે જ સોનુએ ચીનમાં ભારતના ઍમ્બૅસૅડરને આ વાત વિશે અવગત કરાવ્યા. એ વિશે ટ્વિટર પર સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘અમે સેંકડો ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ભારતને આપવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. એવામાં ચીને ભારે કન્સાઇનમેન્ટ્સ ભારતને મોકલતાં અટકાવ્યું છે. ભારતમાં અમે દરરોજ લોકોને મોતના મુખમાં જતા જોઈએ છીએ. હું ચીનમાં ભારતના ઍમ્બૅસૅડરને વિનંતી કરું છું કે આ કન્સાઇનમેન્ટ્સ ભારતને મળે, જેથી અનેક જીવન બચાવી શકીએ.’

સોનુના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં ઍમ્બૅસૅડર સુન વેઇડોંગે ટ્વીટ કર્યું હતું કે ‘મિસ્ટર સોનુ સૂદ તમારા ટ્વિટર પર ધ્યાન દોર્યું છે. કોવિડની આ લડાઈમાં ભારતને સપોર્ટ કરવા માટે ચીન બનતા બધા પ્રયાસ કરી રહ્યું છે. મારી જાણકારી મુજબ ચીનથી ભારતની તમામ ફ્લાઇટ્સ સામાન્ય છે. છેલ્લાં બે અઠવાડિયાંથી ૬૧ ફ્લાઇટ્સ સારી રીતે કામ કરી રહી છે.’

ઍમ્બૅસૅડરના આ જવાબ પર સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘સર ત્વરિત જવાબ આપવા માટે આભાર. આ સમસ્યાના ઉકેલ માટે હું તમારી ઑફિસના સંપર્કમાં છું. તમે દાખવેલી ચિંતા પ્રશંસનીય છે. શુભેચ્છા.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news sonu sood