ફૅશન કા યે જલવા

15 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષીએ પતિ સાથે અને ગૌહર ખાને પ્રેગ્નન્સીમાં કર્યું રૅમ્પ-વૉક. તાની એન્ટ્રી દરમ્યાન ઝહીરે પત્ની સોનાક્ષીને કિસ કરી હતી અને બન્નેએ એકબીજાનો હાથ પકડીને રૅમ્પ-વૉક કર્યું હતું.

ગૌહર ખાન અને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ

હાલમાં એક ફૅશન-શોમાં સોનાક્ષી સિંહા અને ગૌહર ખાને રૅમ્પ-વૉક કરીને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. સોનાક્ષીએ પતિ ઝહીર ઇકબાલ સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. પોતાની એન્ટ્રી દરમ્યાન ઝહીરે પત્ની સોનાક્ષીને કિસ કરી હતી અને બન્નેએ એકબીજાનો હાથ પકડીને રૅમ્પ-વૉક કર્યું હતું.

આ ફૅશન-શોમાં ગૌહર ખાનના કૉન્ફિડન્સે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં ગૌહરે પોતાની સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે અને પ્રેગ્નન્સીમાં પણ તેણે બેબી-બમ્પ ઢંકાય એવો ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. જોકે એ વખતે તે ખૂબસૂરત તો લાગતી હતી પણ વૉક દરમ્યાન તેણે હાઈ-હીલ પહેર્યાં હતાં એને કારણે લોકોએ તેને ટ્રોલ કરી હતી.

sonakshi sinha zaheer iqbal gauhar khan fashion news fashion bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news