છહ કા દમ

26 January, 2022 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર્શકોની સામે આટલી ફિલ્મો લઈને આવવા ઉત્સુક છે ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર તેની આગામી છ ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તેની ‘બધાઈ દો’નું ટ્રેલર ગઈ કાલે જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિવાય તે ‘લેડી કિલર’, ‘ભીડ’, ‘ગોવિંદા નામ મેરા’ અને ‘રક્ષાબંધન’ અને એક અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળવાની છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ પૅન્ડેમિકમાંથી બહાર નીકળતાં હું દર્શકોને મારી છ અલગ-અલગ ડિરેક્ટર્સ સાથેની ફિલ્મ દેખાડવા માટે ખૂબ જ ઉત્સુક છું. આ તમામ ડિરેક્ટર્સ યુનિક રીતે ફિલ્મ દ્વારા તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. મારી કરીઅરની શરૂઆતથી જ હું એવા પર્ફોર્મન્સ આપવાની કોશિશ કરી રહી છું કે એ દર્શકોના દિલને સ્પર્શ કરી શકે. હું નર્વસની સાથે ઉત્સાહી પણ છું, કારણ કે મારી બૅક-ટુ-બૅક ફિલ્મો રિલીઝ થશે. ઍક્ટર તરીકે હું મારા પર્ફોર્મન્સના ફીડબૅક અને રિવ્યુ માટે ખૂબ જ આતુર હોઉં છું. આથી જ હું મીડિયા અને દર્શકો સુધી મારી ફિલ્મને લઈને પહોંચવા થનગની રહી છું. આશા રાખું છું કે તેમને મારી દરેક ફિલ્મ પસંદ પડે. મારી દરેક ફિલ્મમાં મેં મારું સંપૂર્ણ આપવાની કોશિશ કરી છે અને આ છ ફિલ્મમાં મારાં ઘણાં ઇમોશન્સ છે. આથી આ છ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસરોએ તેમના વિઝનને લઈને મારા પર ભરોસો કર્યો એથી હું તેમની ફિલ્મ સફળ રહે એવી આશા રાખું છું.’

entertainment news bollywood bollywood news bhumi pednekar upcoming movie