ટૂરિસ્ટ બનીને મુંબઈની ગલીઓમાં ફરી શ્રદ્ધા કપૂર

27 August, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂર ફિલ્મ પ્રમોશન વગર મુંબઈની ગલીઓમાં સામાન્ય ટૂરિસ્ટની જેમ ફરવા નીકળી હતી. તેણે તસવીરો અને વિડિયો શૅર કરતાં ચાહકોએ તેના કેઝ્યુઅલ લુક અને સાદગીભર્યા અંદાજનાં વખાણ કર્યાં.

શ્રદ્ધા કપૂર

બૉલીવુડ ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફરી એક વાર પોતાના સાદગીભર્યા અંદાજને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં તે કોઈ ફિલ્મના પ્રમોશન માટે નહીં, પણ સામાન્ય ટૂરિસ્ટની જેમ મુંબઈની ગલીઓમાં ફરવા નીકળી હતી. શ્રદ્ધાએ આ સુંદર ક્ષણોની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં ચાહકો તેની નૅચરલ સ્ટાઇલનાં વખાણ કરી રહ્યાં છે. શ્રદ્ધાએ શૅર કરેલી તસવીરોમાં તે મુંબઈના રસ્તાઓ પર ફરતી, આસપાસના વાતાવરણનો આનંદ માણતી અને શહેરની સુંદરતા નિહાળતી જોવા મળે છે. આ સમયે આરામદાયક અને કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો જેના કારણે તેમનો સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.

shraddha kapoor mumbai entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood