03 March, 2025 06:58 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં
શિલ્પા શેટ્ટીએ ગુરુવારે મમ્મી સુનંદા, બહેન શમિતા અને પોતાનાં બાળકો સાથે કર્ણાટકમાં મૅન્ગલોરની નજીક આવેલા કતીલ નામના નગરમાં શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં શીશ નમાવ્યું હતું. શિલ્પાનો જન્મ મૅન્ગલોરમાં જ થયો છે. દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલું કતીલ ટેમ્પલ ટાઉન તરીકે ઓળખાય છે. શિલ્પા જે મંદિરમાં ગઈ એ નંદિની નદીમાં એક નાનકડા આઇલૅન્ડ પર આવેલું છે.