04 September, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પાએ મહિલા-પોલીસને સેલ્ફી લેવાની ના પાડતાં થઈ ગઈ ટ્રોલ
શિલ્પા શેટ્ટીએ મંગળવારે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી. તેની આ મુલાકાતના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે. આવા જ એક વિડિયોમાં તે મહિલા-પોલીસ સાથે સેલ્ફીની ના પાડતી જોવા મળે છે. આ વિડિયો વાઇરલ થયા બાદ શિલ્પા તેના ઍટિટ્યૂડને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.
આ વિડિયોમાં શિલ્પા જ્યારે દર્શન માટે જતી જોવા મળે છે ત્યારે એક મહિલા-પોલીસ તેના પાછળથી આવે છે અને ખભો થપથપાવીને તેને બોલાવે છે. આના કારણે શિલ્પા પાછળ વળે છે, આંગળીથી ઇશારો કરે છે અને ફોટો માટે પોઝ આપવાનો ઇનકાર કરે છે. આ જોઈને શિલ્પાના બૉડીગાર્ડ્સ પણ તેને કહે છે કે મૅડમ યે મત કરો.
જોકે આ વિડિયો વાઇરલ થતાં મોટા ભાગના લોકો શિલ્પાના નેગેટિવ ઍટિટ્યૂડની ટીકા કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.